________________
(ce)
વખત નિશ્ચિંત રહી પછી તપ કરીશું” એ ભાવના તારી કાઇક પ્રકારે માન્ય થાત. પણ એ મનુષ્ય જીવનના અંતકાળના કેાઇ નિશ્ચયજ નથી કે અમુક કાળે જ તે પડશે. વળી ઉત્કૃષ્ટ આયુ હાત તેા એમ પણુ જીવને દિલાસા રહે કે− ચાલે આગળ તપ કરીશું' પણ આયુ અતિ અલ્પ છે. આમ સર્વ પ્રકારે જોતાં મનુષ્ય પર્યાયમાં ધ પ્રવૃત્તિ કરવી કે થવી એ વીજળીના ઝમકારે સાયના નાકામાં દ્વારા પરાવી લેવા જેવું છે. આવા અલભ્ય અવસરે તે શિઘ્ર અપ્રમાદી થઈ તપ વિષે ઉદ્યમી થવુ એ જ ચાગ્ય છે.
હે જીવ! જે અલભ્ય અને અમુલ્ય માનવ દેહે સમ્યકૂદ ન જ્ઞાન–ચારિત્રપૂર્વક તપ આરાધનાના લાભ પ્રાપ્ત થાય તે જ માનવ દેહ સાર્થક છે. ધન્ય છે કૃતાર્થ છે.
હવે દ્વાદશાંગ તપ વિષે મેાક્ષનુ નિકટ સાધન ધ્યાનરૂપ અભ્યંતર તપ છે. તેનું ધ્યેય તથા ફળ વિગેરેનું ગ્રંથકાર વર્ણન કરે છેઃ— आराध्यो भगवान् जगत्त्रयगुरुर्वृत्तिः सतां सम्मता क्लेशस्तश्चरणस्मृतिः क्षतिरपि प्रक्षयः कर्मणाम् । साध्यं सिद्धिसुखं कियान् परिमितः कालो मनःसाधधम् सम्यक् चेतसि चिंतयन्तु विधुरं किं वा समाधौ बुधाः ॥ ११२ ॥
સમાધિ વિષે ત્રૈલેાકય ગુરુ ભગવાન એ આરાધના છે, સંત પુરુષા જેને નિરંતર પ્રશ ંસે છે એવી ઉત્તમ પ્રવૃત્તિ એ કાર્ય છે, ભગવાનના ચરણાનું સ્મરણ કરવા માત્ર સ્વલ્પ જેમાં શ્રમ છે, કમ પ્રકૃતિના નાશ થવા એ રૂપ જેમાં ખં છે, સાધનાનું ફળ સવ પ્રતિષધરૂપ ફ્રેંના અભાવ થઇ મેાક્ષ દશારૂપ સુખ છે, અને માત્ર પરિમિત (ઘેાડા) કાળ સુધી મનનુ' જેમાં સાધન કરવાનુ છે, તેા હૈ જ્ઞાની! તું અંતઃકરણથી જરા સમ્યક્ વિચાર તેા કર કે સમાધિ વિષે દુ:ખ શું છે?
કેાઈ એમ સમજે છે કે-તપમાં કષ્ટ છે, અને કષ્ટ અમારાથી સહન થતું નથી.” તેને શ્રી આચાર્ય મહારાજ સમજાવે છે કે–સવ તપમાં પરમ વિશુદ્ધ તપ શુદ્ધાત્માનુ ધ્યાન છે, એવા ઉત્કૃષ્ટ પણ સરલ તપમાં ભાઈ! શું કષ્ટ છે તે તે જરા વિચાર! જે કાઇ નીચની સેવા કરવાની હાય ! જીવને લજ્જા આદિ ખેદ થાય, પણ આ ધ્યાનરૂપ તપમાં તે ત્રૈલેાકયનાથ શ્રી અદ્ભુત ભગવાન કે જે પરમ વિશુદ્ધ પરમાત્મા છે, એવા સર્વોત્કૃષ્ટ ઉજવળ આત્માનું આરાધન છે. તેમાં વળી લજ્જારૂપ ખેદ શાના? વળી કાઇ નીચ કાર્ય કરવાનું હાય .