________________
આગમદ્ધિારશ્રીના ભકત વર્ગ ને અને આગમ મંદિરના ટ્રસ્ટી ગણને પ્રેરણા કરી અને આગદ્ધારક પ્રવચન પ્રકાશન સમિતિની સ્થાપના થઈ. પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવશ્રી હેમસાગરસૂરીશ્વરજી મ. સા. પ. પૂ. આચાર્યદેવશ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ. સા. અને પ. પૂ. આચાર્યદેવશ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મ. સા.નાં મંગલ આશીર્વાદ અને પ. પૂ. આચાર્યદેવશ્રી કંચનસાગરસૂરીશ્વરજી મ. સા.નું માર્ગદર્શન પણ પ્રાપ્ત થયાં.
સામાજિક ક્ષેત્રે પ્રસિદ્ધિ પામેલ અનેકવિધ સેવાઓ અર્પવા સાથે અનેક સંસ્થાઓનું સુચારૂ સંચાલન કરનાર, વર્ષો સુધી આગદ્વારક શ્રીની વાણનું પાન કરનાર અને આગમ દ્વારકશ્રીની અનેક સંસ્થાઓમાં અગ્રગણ્ય સેવા આપનાર શ્રી અનુભાઈ ચીમનલાલ, શ્રી અમરચંદ રતનચંદ ઝવેરી, શ્રી શાન્તિચંદ્ર છગનભાઈ ઝવેરી, શ્રી પુષ્પસેન પાનાચંદ ઝવેરી, શ્રી નિરંજન ગુલાબચંદ શેકસી, શ્રી મફતલાલ ઝવેરચંદ પતિ, શ્રી કુલચંદ જે. વખારીયા જેવા સુવિખ્યાત, ઉત્સાહી અને કર્મક કાર્યકર્તાઓ આ સંસ્થાને પ્રાપ્ત થયા. - પ્રભાવતીબેન છગનલાલ સરકારે સંસ્થાના સ્થંભ બનવાનું સ્વીકાર્યું. અનેક સંઘો, વ્યક્તિઓ અને સંસ્થાઓને સારે સાથ મળે, જેથી અસહ્ય મોંઘવારીમાં પણ ફક્ત એક જ વર્ષ જેટલા અલ્પ સમયમાં જ પર્વમહિમા દર્શન, દેશના મહિમા દર્શન અને આનંદ પ્રવચન દર્શન જેવા વિશાળકાયગ્ર સમાજને ચરણે મૂકી શક્યા અને આ ષોડશક પ્રકરણ દર્શન” નામના ચોથા પુસ્તક (ગ્રન્થ)ને પ્રકાશિત કરતાં અને આનંદ અનુભવીએ છીએ.
પિડશક ભાગ-૧ તથા ઢરા અને ગુરૂમંત્રમાં ઉત્તરાર્થના પોડશક અંગેનાં પ્રવચને તે જ આ ડિશક પ્રકરણ દર્શન છે. અનેકવિધ મુશ્કેલીઓ હોવા છતાં શ્રી લાલચંદભાઈ કે. શાહે મુદ્રણ અંગેની સંપૂર્ણ જવાબદારી ઉઠાવી લીધી તેથી આ કાર્યને સારે વેગ મળે છે.