________________
આ સંપાદકીય નિવેદનો
ચાહું સદા હું તુજ પાસ આજ મનથી માણિક્યના રંગને, ચંદ્ર જત સમા સુલેમ સરીખા સિદ્ધસ્થના ભાવને દેવેન્દ્રો પણ હંસ તુલ્ય મતિને ઝંખે સદા ચિત્તથી, પામું કંચનતુલ્ય દર્શન સદા શાશ્વત્ ચિદાનંદના
કવિ કલાપીએ એકલા પુસ્તકના જ સહારે જીવન જીવી જવાની મહેચ્છા વ્યક્ત કરી હતી. સારાં પુસ્તકેથી દષ્ટિને વિકાસ થાય છે રાષ્ટ્રના અને વ્યક્તિના જીવન વિકસાવવામાં સારાં પુસ્તકે મહત્વને ભાગ ભજવે છે તેથી એક દિવસ મારા મનમાં પણ કુરણ જાગી કે
શાસ્ત્રના જ્ઞાતા અને ઉપદેશક તે સંસારમાં અનેક છે, પરંતુ જેમનું જીવન જ સંસ્થાનું પ્રતીક બની રહયું છે, એવી વિશ્વની વિરલ વિભૂતિના ઝળહળતા આત્મજ્ઞાને અનેકના અંધકારને દૂર કરનાર આગની ચાવી રૂપ, તત્ત્વજ્ઞાન, દલીલ ને શ્રદ્ધાપૂર્વક માણસના હદયને હચમચાવવાની અપૂર્વ શક્તિ સાથે જેનામાં કુતર્કને હઠાવવાની અને જૈનશાસનની પ્રભાવના કરવાની પ્રવચનમાં શક્તિ છે, જેના શ્રવણ અને વાચનથી નદીના પ્રવાહની માફક પાપને પ્રવાહ પલાયન થાય અને જીવન નિર્મળ બને તેવા આગમહારશ્રીનાં પ્રવચને મુદ્રિત કરાવી ઘેર ઘેર પહોંચતાં કરૂં.”
આ મહાપુરૂષના પ્રવચન-સાહિત્યને મારી પહેલાં પણ અનેક મહર્ષિઓએ પ્રગટ કરાવેલ, પરંતુ આજે તેમાંના મોટા ભાગના અપ્રાપ્ય છે અને કેટલાક તે હજુ અમુદ્રિત પણ છે, તેથી જો ક્રમસર દરેકનું પુનર્મુદ્રણ થાય તે તત્ત્વજિજ્ઞાસુઓને તૃપ્ત કરી શકાય. તત્વથી ભરપૂર, તર્ક અને દલીલેથી યુક્ત આધ્યાત્મિક ક્ષેત્રમાં અતિ - ઉત્તમ આ સાહિત્યને બહાર પાડવા મેં તથા મારા ગુરૂદેવશ્રીએ