________________
૩૪, દેવતવની મહત્તા
૩૫૧
હાનિ છે તેને તે તેણે કદી વિચાર જ કર્યો નથી! અરે! તેની કૂદાકૂદ જ એટલી ભયંકર હતી કે એટલું વિચારવાને તેને વખત જ મળ્યું નથી.
સાધુની ભક્તિ મેક્ષમાર્ગને માટે આ જગતમાં આત્માને જે કેઈએ પણ શુદ્ધમાર્ગ દર્શાવ્યું હોય, આ કારમી કૂદાકૂદી એ તે પ્રાણઘાતક છે એવું જે કેઈએ શીખવ્યું હોય તે તે માત્ર તીર્થકર ભગવાને જ શીખવ્યું છે અને તેથી જ તેઓ શ્રીમાન આપણા નમસ્કારને લાયક ઠર્યા છે. તીર્થકર ભગવાનની માફક જ સાધુ મહારાજાઓના પણ કેઈ ગુલામ નથી. સાધુએ કાંઈ આપણા લેણદાર નથી, કે તેઓ આપણા કાંઈ અધિકારી નથી. છતાં સાધુ મહારાજાઓની પણ આરાધના કરવાની છે તે માત્ર એટલાજ કારણથી કરવાની છે કે તેઓ પણ ભગવાને દર્શાવેલ મોક્ષમાર્ગના જ નિદર્શક છે
આપણે ત્યાં વ્યક્તિ પૂજા છે જ નહિ. અહીં ગુણ પૂજા છે, સાધુ મહારાજાઓ પણ જે પિતાનું કાર્ય છોડી દઈ ને તમને સંસારમાં ઉતારવાની જ વાત કરે તે એ સાધુઓ જોડે પણ આપણને કાંઈ લેવાદેવા નથી ! સાધુ મહારાજાએ મેક્ષમાર્ગમાં મદદ કરનારા છે એટલા જ માટે તેમની ભક્તિ અને તેમની આરાધના કરવાની છે. આપણે ન સમજીએ, અટવાઈ પડીએ, ખોટે રસ્તે ચઢી જઈએ તે ત્યાંથી પાછા વાળવાને માટે આપણને સાધુ મહારાજાએ રસ્તે દર્શાવનારા છે.
લૂંટનારાઓથી બચાવનાર મેક્ષમાગે ચઢાવનાર સાધુ
લુંટારાએ આપને લૂંટવા આવે તે સમયે આપણું રક્ષકની ફરજ એ છે કે તે આપણને એ લૂંટમાંથી બચાવી લે ! જે એ રક્ષક આપણને લૂંટમાંથી ન બચાવી શકે તે સમજી લે કે એ રક્ષક પોતે જ બાયલે છે અથવા તે વિશ્વાસઘાતી છે, ફૂટેલે છે.- સાધુ મહારાજા એનું કાર્ય આશ્રવમાંથી આપણને બચાવી લેવાનું છે. આશ્રવરૂપી લૂંટારાઓ