________________
વ્યા ખ્યા
છે
દેવતત્ત્વની મહતા
SYBERS
BORDSLABOSTADSDEM *********
નવકારમંત્રને હેતુ શે ? કેવળીઓની આશાતના કેવા પ્રકારે થવા પામે છે? ક્ષાયિક અને ક્ષાપથમિક ભાવ, અરિ– હંત દેવને સત્કાર ક્યાં સુધી કરનાને છે? જૈન ગુરુ સંસાર પુષ્ટિની વાત કરી શકે ખરા કે? આપણું જીવનની ધન્ય પળ કઈ? સંસાર તજવાને સમય એ આત્માને માટે સૌથી ભાગ્યશાળી પળ છે. ગોદડાને ભેગે તળાઈનું પડ ન સચવાય તે જ પ્રમાણે આત્માને ભેગે દેહની રક્ષા પણ ન જ થાય.
જનશાસનમાં સવતંત્ર અધિકાર ગુરૂને અપાતે નથી
શાસ્ત્રકાર મહરાજ શ્રીમાન ભગવાન હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ ભવ્ય જીના કલ્યાણાર્થે અષ્ટક પ્રકરણ નામક ગ્રંથની રચના કરી ગયા છે. તેમાં તેઓ શ્રીમાન જણાવે છે કે-દરેક આસ્તિક આત્માએ આ સંસારમાં દેવાદિ ત્રણ તત્વે માન્ય કરેલાં છે. જગતના આસ્તિકે એ માન્ય રાખેલાં આ ત્રણ તમાં જે કંઈ મુખ્ય તત્વ હોય તો તે દેવતત્વ જ છે. દેવતત્ત્વની સમાનતાએ આવી શકે એવું એક્ટ તત્વ આ સંસારમાં હસ્તી ધરાવતું નથી. દેવતત્ત્વ પછી ગુરુતત્વ આવે છે, પરંતુ આ શાસનમાં ગુરુને કશે પણ સ્વતંત્ર અધિકાર આપવામાં આવ્યું નથી. આપવામાં આવ્યું જ નથી એટલું જ નહિ પરંતુ તે સામાન્ય બુદ્ધિએ પણ હોઈ શકે નહિ.
શ્રીમાન દેવેએ જે આચારે કહ્યા છે તે આચારેને જેઓ અમલમાં મૂકે છે તેઓ જ ગુરુ છે. જે આત્માએ દેવેના આચારદિને અમલમાં મૂકતા નથી, તે આ જગતમાં જૈનગુરુની શ્રેણીમાં સ્થાન પામી શકતા નથી.