SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ “અહ”-હું માની બેઠે છેજ્ઞાનાદિ આત્મસંપત્તિને બદલે કાયાનાં સુખ-સગવડ અને તત્સંબંધી જડ-ચેતનને “મમ મારા કલ્પી બેઠે છે ! આ “અહેં “મમના અયોગ્ય સ્થાનને લીધે જ જડ પ્રત્યે અનાસક્ત રહેવાને બદલે આસક્તિભર્યો રહ્યો છે. પછી જડની આસક્તિમાં જડહિત સાધવા અર્થે જડની ધોધમાર પ્રવૃત્તિ અવિરતપણે કર્યો જાય એમાં શી નવાઈ? આશ્ચર્ય તો એ છે કે એથી કપરાં દુસ્સહ દુઃખદ ફળમાં અનંતાનંત કાળથી વિડંબાવા છતાં એ અંધકાર-ચેષ્ટાથી હજી થાકયો નથી! અરે! તત્ત્વાંધકારને લીધે હજી એમાં કશું અજુગતું એને લાગતું નથી! પછી એ અહં–મમના સ્થાપન શાને રદ કરે? વિટંબણામય કર્મબંધનેથી શે મૂકાય ? તત્ત્વને અંધકાર : અહાહા ! કેવી દુઃખદ દુદર્શા! અનંત પ્રકાશ અને અનંત સામર્થ્યને ધણું આત્મા નિજની અનંત શુદ્ધ સમૃદ્ધિ પુનર્વસ્તગત થવાની આડે ઉભેલા અસત્ “અહં– મમ” યાને અજ્ઞાન અને મેહ જેવા કારમા શત્રુને જ અંધકારવશ જ્યાં કલ્યાણમિત્ર માની છોડવા તૈયાર ન હોય, ઉલટું જન્મજન્મ એને જ આદરવાનું અને તેથી એના ફળસ્વરૂપે ઊંડા અંધકારમય પ્રદેશમાં વિહરવાનું ચાલુ રાખે, ત્યાં ઉચ્ચ પ્રકાશમય અનંતાનંત સ્વરૂપને કયાંથી પામે? અનાદિથી ચાલી રહેલી અવળી ચાલે ચાલવાનું સર્વથા બંધ કરાય તે જ અનંત સુખના ધામધૂત આત્માની મુક્તિનું પરમપદ પ્રાપ્ય છે. તે જ અનાદિની ઘોર તિમિરાચ્છાદિત
SR No.022349
Book TitleUcch Prakashna Panthe
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay Gani
PublisherVardhaman Jain Tattvapracharak Vidyalay
Publication Year1966
Total Pages584
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy