________________
ઉચ્ચ પ્રકાશના પંથે
' યાને
શ્રી પંચસત્ર-વિવેચન આત્માની વિકૃતિ દશા :
આત્મા અનાદિ અનંતકાળથી આ વિરાટ વિશ્વમાં અવિરતપણે પરિભ્રમણ કરી રહ્યો છે. આ પરિભ્રમણ પણ કેવું દુઃખદ એનું પિતાનું વિશુદ્ધ અનંત જ્ઞાન–વીર્ય–સુખાદિમય સહજ સ્વરૂપ દબાઈ જઈ વિકૃત બનેલા એને અજ્ઞાન-દુર્બળદુખિત વિટંબણામય ચોરાશી લાખ એનિઓમાં પુનરપિ જનનું પુનરપિ મરણું કરવા સ્વરૂપ ! કે જેમાં રેગ-શેકદારિદ્ર,ઈષ્ટવિગ-અનિષ્ટસંગ, માન-અપમાન-તિરસ્કાર, ભય ચિંતા-સંતાપ આદિ પીડાઓને પાર નથી ! અહ-મમનાં સાચાં સ્થાન ભૂલ્યા :
આત્માની આ વિકૃતિ અને પરિભ્રમણ શા કારણે? કર્મના જબરદસ્ત બંધનની જકડામણને કારણે. કર્મ બંધાવામાં કારણભૂત પિતાની અજ્ઞાન તિમિરમય વિપર્યાસ દશા છે, અવળી મતિ છે. આત્મા પોતે “અહં” “મમ'નાં સાચા સ્થાનને ભૂલ્યો છે. આત્માને બદલે માટીની કાયાને