SearchBrowseAboutContactDonate
Page Preview
Page 491
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૪ [પંચસૂત્ર-૪ “મેહતિમિરદીવે... આવે એ પરાર્થ–પરહિતસાધક મેહધકારને દૂર કરવામાં દીપ સમાન બને છે. એ પિતાની મુદ્રા અને વાણીથી જીવને પ્રતિબુદ્ધ કરી એમને મેહ અર્થાત્ અજ્ઞાનકુમતિ-કદાગ્રહરૂપી અંધકાર નષ્ટ કરી દેવાના સ્વભાવવાળા હેવાથી એક દીપક છે. રાગમય જજે અર્થાત જીના રાગરૂપી રોગની ચિકિત્સા કરવા માટે વૈદ્ય છે, કેમકે વૈરાગ્યની મૂર્તિસમા એમની પાસે એ સમર્થ તપ-ચારિત્ર-જ્ઞાન યોગ છે કે જે એના રાગને હચમચાવી નાખે એવા વૈરાગ્યથી રંગી નાખે છે, એ રાગગને કમશઃ મટાડતા આવે છે. વળી દેસાનલજલણિહી અર્થાત એ મહાત્મા જેના દ્વષાગ્નિને શાંત કરવા એક સમુદ્ર છે. કેમકે એમની પ્રશાંત ઉપશમરસ-ઝરતી મુદ્રા અને વાણીમાં સામાના દ્રષદાવાનળનું શમન કરવાની અવ્વલ શક્તિ છે. એમ, આ પરાર્થ સાધક માહાત્મા “સંગસિદ્ધિકર છે; સંવેગને જન્માવનારા કારણે તરીકે સ્વયં ધર્મમય જીવન, જડની અનુકૂળતાઓની બેપરવાઈ, આંખમાં નિવિકારતા અને અધ્યાત્મતેજ, મેહધને કમકમી કરાવે એવી ત્યાગ-તપોમય કષ્ટસાધનાઓ, વાણીમાં નીતરતે ધર્મપ્રવાહ-ઇત્યાદિ તો એવા જાગ્રત છે કે એ બીજા જીવોને સંવેગભીના કરી દે છે. સંસાર પ્રત્યે થાકવાળા કરી મોક્ષની તીવ્ર અભિલાષા સાથે શુદ્ધ ધર્મના રંગમાં તરબોળ બનાવી દે છે. એવા એ અચિંત્ય ચિંતામણિકલપ છે, જીવોને મેહનાશ, રાગદ્વેષશમન અને સંવેગસિદ્ધિ કરાવનારા હેવાથી એકાંતે સુખનું
SR No.022349
Book TitleUcch Prakashna Panthe
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay Gani
PublisherVardhaman Jain Tattvapracharak Vidyalay
Publication Year1966
Total Pages584
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy