________________
૧૩
નણંદ-ભાઈ, મિત્ર-મિત્ર, સ્નેહી, પાડોશી, વગેરે અરસપરસ દેવ-ગુરુસેવા, દાનાદિ ધર્મપ્રવૃત્તિ, ક્ષમા-નમ્રતા-ઉદારતાસહિષ્ણુતાદિ ગુણે, સારા આચાર વિચાર, વગેરે કલ્યાણની પ્રેરણા કરી શકે, પર્વારાધન, તીર્થયાત્રા, ઓળી-ઉપધાનાદિ તપ, ધાર્મિક પ્રસંગો વગેરેમાં જોડી શકે. સાધુ કલ્યાણમિત્ર એ બધાં કલ્યાણનો વિશેષ ઉપદેશ–પ્રોત્સાહન આપી શકે; તત્ત્વબેધ, મોક્ષમાર્ગ, શાસ્રાધ્યયન, વગેરે પમાડી શકે. દાન, વ્રત, તપ, જ્ઞાનાર્જન વગેરેમાં નિરુત્સાહ થનારને સ્થિરીકરણ કરી શકે.
૪ છાત –આવાં કલ્યાણમિત્રને શાની જેમ સેવવા? એ બતાવતાં અહીં ચાર દષ્ટાંત આપી કહે છે કે-૧. આંધળે જેમ દોરનારને, ૨. રેગી જેમવદને, ૩. નિર્ધન જેમ તવંગરને, અને ૪. ભયભીત જેમ નાયકને સેવે, એની માફક વિધાન યાને રીતિનીતિથી કલ્યાણમિત્રને સેવવાં. જગતમાં જીવ ઘણાને ભજે છે, સેવે છે, પણ કલ્યાણમિત્ર તેવા ગૃહસ્થ અને મુનિને વિશિષ્ટ રીતે ભજવા–સેવવાના છે. એ વિશિષ્ટ રીત આ દષ્ટાન્તમાંથી સમજી શકાય છે, અને આગળ સૂત્રથી સ્પષ્ટ પણ કરે છે.
(૧) વનમાં ભૂલા પડેલા આંધળાને અટવી પસાર કરવાની હોય. તે પણ ભયાનક, વાઘ-વસ્ટ આદિના વસવાટવાળી અને અનેક જંગલી ઉન્માર્ગ ભરેલી ! ત્યાં એને સાચા માગે દોરી જનાર કઈ હોશિયાર દયાળુ નિઃસ્વાર્થ માણસ મળે તે એની ઉપર ઓવારી જઈને એ આંધળે કે નમ્ર, ગરીબ અને સમર્પિત થઈને એને અનુસરે ? એના પર કેટલે વિશ્વાસ મૂકે? કે બરાબર કહ્યા પ્રમાણે, દેર્યા પ્રમાણે, ધીમે કે જલ્દી, ટૂંકે કે લાંબે રસ્તે, વિસામા સાથે કે વિના ચાલે ? બસ, એ પ્રમાણે