________________
૧૮૯,
કુવાસના-દઢીકરણથી બચી જવાય, સુસંસ્કારોને સંચય થાય, અને સાધુધર્મની પરિભાવના થાય, અર્થાત્ એની નજીક જવાય. આજ્ઞાનું ગ્રહણ અને ભાવન નહિ હોય તેથી આશ્રવ શું કે સંવર શું, એને વિવેક નહિ રહેવાથી જ્યાં સંવર યાને પાપથી રક્ષણ સુલભ છે છતાં એજ સ્થાને આશ્રવ અર્થાતુ પાપ પાર્જન કરશે! જેમકે, (૧) ચૂલેથી ચહાની તપેલી ઉતારી, ચહા ઠંડી ન પડી જાય માટે ઢાંકી, એ રસના-ઇન્દ્રિયની આસક્તિરૂપ આશ્રવ સે. એના બદલે એમાં જીવજંતુ ન પડે એ ઉદ્દેશથી ઢાંકી, તે એ હિંસાના રોકાણ રૂપી સંવર થયે. જ્ઞાનની દષ્ટિએ જેવાથી અહીં આશ્રવથી બચી સંવરને મહાન લાભ મળે. એમ (૨) જે હીરાને અજ્ઞાન જગત બહુ કિંમતી બહુ તેજસ્વી અને સુખકારી સમજતું હોય છે, એજ હીરાને આ ભાવિત આજ્ઞાવાળે જ્ઞાનદષ્ટિથી રાગ કરાવનાર, આત્મગુણ ભૂલાવનાર અને દુર્ગતિદુઃખદાતાર મહા આશ્રવનાં સાધન તરીકે સમજે છે, દેખે છે. આ જાગૃતિ એ સંવર થયે. એમ (૩) જગતની દષ્ટિમાં સારા મઝેના લાગતા મેવામિઠાઈ એને કેળિયે કેળિયે ગૂડાના ખંજર-ઘાની જેમ સ્વાત્માને ઘાયલ કરતા લાગવાથી, મેવા-મિઠાઈને સામાન્ય ભજન કરતાં અધિક રાગ કરાવનારા, વધુ કર્મ બંધાવનારા, અને પરમાત્માથી વધુ દૂર રાખનારા તરીકે દેખે છે. આજ્ઞાનું આવું પરિચિંતન બની ગયા પછી તે એને હવે આજ્ઞાની જ પરતંત્રતા બહુ ગમે. એથી આગમમાં ફરમાવેલા ધાર્મિક અનુષ્ઠાને અને ઔચિત્યના પવિત્ર કર્તવ્ય તરફ એ ખૂબ ખૂબ ખેંચાય. હદયની ય પરાધીનતાને સાંસારિક પ્રવૃત્તિઓ પ્રત્યેથી ખસેડી આ પવિત્ર આચાર અને ઉત્તમ