SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૫ સુખ, અરૂપિપણું, સ્ફટિકવતુ નિષ્કલંક શુદ્ધ સ્વરૂપ, અનંત જ્ઞાન-દર્શન, વગેરેને અનુમડું છું. હે ! અમારી અધમ એવી વારંવાર જન્મવા-મરવાની, રેગ-શેક-પકની, કામ-ક્રોધ-લેભની, મહા અજ્ઞાન અને મહા મેહની ઉપદ્રવમય ગલીચ અવસ્થા સામે આ સિદ્ધ આત્માની કેવી ઉત્તમ અદ્દભૂત અગમ અવસ્થા ! सूत्र-सव्वेसि आयरियाणं आयारं, सब्वेसिं उवज्झायाणं सुत्तप्पयाणं, सव्वेसिं साहूणं साहुकिरिअं, અર્થ-વિવેચનઃ-વળી ત્રિકાળના સર્વે આચાર્ય ભગવંતનું જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, અને વીર્યાચાર - એ આચારનું પાલન, ભવ્ય અને એનું દાન, અને એમાં પ્રવર્તન, તથા શાસન-પ્રભાવનાદિ, એ સૌની હું ભૂરિ ભૂરિ અનમેદના કરું છું. જગતના પ્રાણીઓના હિંસક અને મેહભર્યા, વિવેકશૂન્ય ને કથીર, કષ્ટદાયી અને અધઃપાતકારી પાપ-આચારે ક્યાં? અને ક્યાં વિવેકી અને ભાવદયાભર્યા, ઉન્નતિકારી, કંચનસમા આ જ્ઞાનાચાર આદિ ઉત્તમ આચારે! ક્યાં પાપાચારેનું પાલન અને પ્રચાર? અને ક્યાં પવિત્ર આચારનું પાલન અને પ્રચાર ? આચાર્ય કેશી ગણધરે નાસ્તિક પ્રદેશ, રાજાને, ને થાવસ્ત્રાપુત્ર આચાર્ય મિથ્યાષ્ટિ સુદર્શન શ્રેષ્ઠીને મહા આસ્તિક સમકિતી શ્રાવક કર્યો ! એવી રીતે સર્વ ઉપાધ્યાયજી મહારાજ જે ભાવિક મુમુક્ષુ શિષ્ય વર્ગને ગ્યતા-અનુસાર જિનાગમના મંત્ર-સરખા મંગળમય સૂત્રેનું સમ્ય વિધિએ દાન કરે છે, એ સૂત્રદાન અને સૂત્રપરંપરા-રક્ષણને અનુમોદું છું. કેવી એ મહાપુરુષોની
SR No.022349
Book TitleUcch Prakashna Panthe
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay Gani
PublisherVardhaman Jain Tattvapracharak Vidyalay
Publication Year1966
Total Pages584
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy