________________
૧૩ર
આદર્શો, જીવન જીવવાની વસ્તુઓ તથા પદ્ધતિઓ, લાભ-અલાભના લેખાં, ભય-નિર્ભયતાની ગણત્રીઓ, વગેરે જગત કરતાં વિલક્ષણ અને આ મહાત્માએ ની હોય છે તેને અનુસરનારી જોઈએ. ___ तरुा सुरासुरमणुअपूईओ. मोहतिमिरंसुमाली, रागदोसविसपरममंतो, हेऊ सयलकल्लाणाणं, कम्मवणविहावसू साहगो सिद्धभावस्स, केवलिपणत्तो धम्भो जावज्जीवं मे भगवं सरणं.
અર્થ:-તથા સુર-અસુર-મનુષ્યથી પૂજિત, મેહરૂપી અંધકાર હટાવવા સૂર્યસમાન, રાગ-દ્વેષરૂપી વિષને નાશક પરમ મંત્ર, સમસ્ત કલ્યાણેનું કારણ, કર્મવનદાહક અગ્નિ, સિદ્ધભાવ (મેક્ષ)ને સાધક, સર્વજ્ઞ ભગવાને પ્રરૂપેલ પ્રભાવક ધર્મ માટે જીવનભર શરણું છે.
(૪) હવે એથું શરણું બતાવે છે. “તથા” એટલે એકલું સાધુનું શરણ સ્વીકારું છું એમ નહિ પરંતુ કેવલી ભગવતે પ્રરૂપેલા શુદ્ધ ધર્મનું પણ હું શરણ સ્વીકારું છું. તે ધર્મ કે છે? “સુરાસુરમણુઅ-પૂઈઓ ? સુર યાને જ્યોતિષ્ક અને વૈમાનિક દેથી, તથા અસુરે એટલે ભવનપતિ અને વ્યંતર દેવેથી તેમ મનુષ્ય અર્થાત્ ગગનગામી વિદ્યાધથી પૂજાએલે છે. આ વિશેષણ એ શ્રદ્ધા કરાવે છે કે “જગતની ઋદ્ધિ, સમૃદ્ધિ વગેરેના આપનારા શેઠ, શાહુકાર, કે રાજા કરતાં આ ધર્મ મારે અધિક માન્ય છે; કેમકે, આ ધર્મ તે દેવને પણ માન્ય અને પૂજ્ય છે. આવા અતિ પૂજ્ય ઉચ્ચતમ ધર્મનું શરણું પામ્યાનું મને ગૌરવ છે. મારું અહોભાગ્ય છે કે મને આવા શુદ્ધ ધર્મને માનવા પૂજવાનું મળ્યું! વળી મેહતિમિરંસુમાલી આ ધર્મ