________________
આ માર્ગ સજ્જનો માટે પણ કઠિન છે. છતાં પાળે તો કાળાન્તરે ભવસાગર પાર ઊતરી જાય છે.
શ્લોકનં.૭
सव्वस्स उवयरिज्जइ, न पम्हसिज्जहपरस्स उवयारो । विहलं अवलंबिज्जइ, उवएसो एस विकसाणं ॥ ७ ॥
સંસ્કૃત છાયા
सर्वस्य उपक्रियेत, न विस्मर्येत परस्य उपकारः । विफलं अवलम्ब्येत, उपदेश एष विदुषाम् ॥ ७॥ સવૈયા છ
કરો ઉપકાર પ્રાણી માત્રનો, ભૂલવો ન કદિ પર ઉપકાર, પડતાને આલંબન દેવું આ છે પંડિતનો સંસ્કાર, પરઉપકાર વિના નવિ કદિયે, ના થાતો નિજનો ઉપકાર, એવું માની સર્વજનોએ કરવો બહુ જગનો ઉપકાર ॥ ૭॥
અર્થ:- તીર્થંકર પરમાત્મા આખા જગતને ઉપકાર કરવા ત્રીજા ભવમાં ભાવના ભાવે છે અને તીર્થંકરના ભવમાં ઉપકાર કરે છે તેમ આપણે પણ આપણી શક્તિ પ્રમાણે જીવોનો નાનો મોટો ઉપકાર વગર સ્વાર્થે કરવો જોઈએ. અને બીજાએ આપણી ઉપર
૧૬