________________
અર્થ-જેભાગ્યશાળી મનવચન અને કાયાથી પૂર્ણ રીતે બ્રહ્મચર્ય પાળે તે આખા જગતથી વંદનીય થાય, બારવ્રતની પૂજામાં એક લીટી આવે છે કે “એ વ્રત જગમાં દીવો મેરે પ્યારે એ વ્રત જગમાં દીવો બ્રહ્મચર્યવ્રત જગમાં દીવાસમાન છે. દીવો જેમપ્રકાશ કરે તેમ બ્રહ્મચર્ય પણ પ્રકાશ કરે. પૂરાબ્રહ્મચર્યના પ્રભાવથી જ જીવો દબાય જાય તેની સામે પણ બોલી ન શકે. વળી દવા કરતા બ્રહ્મચર્યનો પ્રકાશ અધિક હોય છે. બ્રહ્મચારી રાજાનો પણ રાજા
છે.
બ્રહ્મચર્યપ્રતિષ્ઠાયાં અપૂર્વ વીર્યલાભઃ બ્રહ્મચારીને દેવો પણ નમસ્કાર કરે અને બ્રહ્મચારી ધાર્યું કામ કરી શકે અને કરાવી શકે માટે શીલ ખંડન કરવું નહીં.
શીલના ખંડન કરનારાની સોબત પણ ખરાબ છે. વળી ગુરુવચન પાળવાથી ઘણા લાભ થાય છે. ગુરુ કહેને સામે તહરિ કહે-તેને ગુરુના સારા આશીર્વાદ મળે છે.
જે આ ઉપરની વસ્તુને પાળે છે તે ખરેખર ધર્મના રહસ્યને સમજેલ છે તેમ કહેવાય છે.
(શ્લોકનં.૪) चवलं न चंकमिज्जइ, विरज्जइ नेव उब्भडो वेसो। वंकंन पलोइज्जइ, रुठाचि भवंति किं पिसुणा ॥४॥
(૧૧)
- ૧૧