________________
પાંચે ઈન્દ્રિયને વશમાં રાખતા શીખો અને જીભને બોલવામાં અને ખાવામાં વધારે વશ રાખો.
વળી આત્માર્થી આત્માએ સત્ય બોલવું - પ્રિય બોલવું, બીજાને હિતકારી બોલવું, તેમજ પ્રમાણસરબોલવું. બહુ બોલનાર બકબકીયો કહેવાય છે.
આવી રીતે ધર્મનું રહસ્ય જાણીને જિનશાસનની ઉત્કૃષ્ટ આરાધના કરવી યોગ્ય છે. કેમકે તેનાથી કર્મબન્ધનો તૂટે છે.
(શ્લોકનં.૩) शीलं न हुखंडिज्जइ, न संवसिज्जइ समंकुसीलेहि। गुरुवयणं नखलिज्जइ, जइ नज्जइ धम्म परमत्थो ॥३॥
સંસ્કૃત છાયા शीलं न खण्डयेत, न समुष्येत समं कुशीलैः । गुरुवचनं न स्खल्येत, यदि ज्ञायेत धर्म परमार्थः ॥३॥
સવૈયા છન્દ જેન કરતો શીલનું ખંડન રાજાનો તે રાજા થાય, કુશીલની દોસ્તી નહિસારી રેવુ છેટા યોગ્ય ગણાય. નાકરવો વળી ગુરુ અનાદર. વધે જ્ઞાન આદરથી ભાય, પાળે જે આ ભાવભક્તિથી તેનો ધર્મ સાચો ગણાય.lal
(૧૦)
૧૦)