________________
ડાંડા શખી જમણા હાથમાં મુહપત્તિ રાખી, ઉભા ઉભા ખમાસમણ દઈ આદેશ માગી ઈરિઆહિ૦ તસ્સ અન્નત્ય કહી એક લોગસ્સનો કાઉસ્સગ્ન કરે. કાઉસ્સગમાં જે ક્રમથી ગોચરીની જે જે વસ્તુઓ લીધી હોય તે અને તેમાં લાગેલા દોષ સંભારે. પછી “નમો અરિહંતાણું' કહી કીઉસ્સગ પારી ધારી રાખેલા અતિચાર ક્રમ પ્રમાણે ગુરૂને કહી બતાવે પછી ગુરૂને આહાર દેખાડે. પછી ગોચરી આવે. તે આ પ્રમાણે
પડિક્કમામિ ગેરચરિઆએ થી માંડી મિચ્છામિ દુક્કડ પર્યત (શ્રમણ સુત્ર-ગામ સજઝાયમાં આવે છે તે આળાવો) કહે. પછી તસ્સ ઉત્તરી અન્નત્થર કહી કાઉસ્સગ કરે. તે કાઉસગમાં નીચેની ગાથા વિચારે. અહો જિર્ણહિં અસાવજજા, વિત્તી સાહૂણ દેસિયા, મુખ સાહણ હેઉસ, સાહુ દેહસ્સ ધારણું. ૧
અર્થ–મોક્ષ સાધનના હેતુરૂપ એવા સાધુના દેહને ટકાવનારી એવી પાપ રહીત વૃત્તિ (વર્તન) જિનેશ્વરે એ સાધુઓને રેખાડી છે તે આશ્ચર્ય રૂપ છે. પછી કાઉસ્સગ પારીને લેગસ કહે.
સાંજે ગુરૂવંદનને વિધિ. બે ખમાસમણ દઈ ઈચ્છકાર (પન્યાસાદિ પદસ્થ હોય તે ખમા૦ દઈ) પછી અભુદિઓ૦ ખામી ખમા જઈ યથાશક્તિ, પચ્ચકખાણ કરવું.