________________
જીવન વૃત્તાંત તૈયાર કરવામાં આવ્યું અને પૂ. આગમ પ્રભાકર શ્રી પુણ્યવિજયજી મહારાજ સાહેબને મેકલવામાં આવ્યું.
આ પછી અમારે વિહાર દૂર દૂર પ્રદેશમાં થયે. તે કારણે ફડ થયું હોવા છતાં પ્રકાશન કરવામાં વિલંબ થયે.
૨૦૨૨ ની સાલનું અમારું ચાતુર્માસ પાલીતાણા વલ્લભ વિહારમાં થયું. અહીં પૂ. શાંતમૂર્તિ પ્રવર્તિની સાધ્વીજી મ. શ્રી હેમશ્રીજી મહારાજ પંજાબી ધર્મશાળામાં બીરાજે છે. પિતે આંખે પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં બહેનેને અને સાધ્વીઓને પ્રેરણા આપતા રહે છે અને પોતે પણ જ્ઞાન–ધ્યાનમાં પોતાને સમય પસાર કરે છે. તેઓશ્રીની નિશ્રામાં અમે અમારી સંયમ યાત્રા શાંતિપૂર્વક નિવહન કરીએ છીએ. અમારા તરફ તેઓશ્રીની કૃપાદ્રષ્ટિ સદા રહે છે.
ચોમાસા બાદ એક બહેનની દીક્ષા નિમિત્તે અમે રોકાઈ ગયા અને ૨૦૨૩ માં વિહારની ભાવના હતી પણ વલ્લભ વિહારના નિર્માતા બીકાનેર નિવાસી પરમ ગુરૂભક્ત શ્રેષ્ટિવર્ય શ્રી પ્રસન્નચંદજી કેચર તથા સેવામૂર્તિ શ્રીમતી કનકબહેન વૈધ, કાર્યદક્ષા મેમબહેન (લક્ષમીબહેન પારેખ તથા શ્રી કનકબહેનના ધર્મપરાયણ પુત્રી અ૦ સૌ તારાબહેન કાંકરીયા તથા અ૦ સૌ માનકબહેન બાથરા તથા ચિ૦ રેખાકુમારી કાંકરીયાના અતિ આગ્રહથી ૨૦૨૩ નું ચાતુર્માસ પણ અહીં નક્કી થયું.
જેઠ માસમાં કપડવંજ નીવાસી ધર્મનિષ્ઠ ગુરૂભક્ત શ્રીયુત સંઘવી રમણલાલ નગીનદાસ પરીખ (દીલ્હીવાળા) અત્રે આવ્યા અને સ્વાધ્યાય મંજરી પ્રકાશિત કરવાની વાત