________________
પ૧૩ દારૂણ દુઃખના દાતાર કરી જાણે, મનને વિષે જૂરણ ઘણું કરે, પણ છૂટી શકે નહિ, અને જે સાધુ મુનિરાજ શુદ્ધમાગી, જિનાજ્ઞાના પાલક હોય, તેને દેખી ઘણે પ્રેમ કરે, તેની સેવા કરે, એવા વ્રત પાલવાની અભિલાષા રાખે, અને શુધમાગને ઉપદેશ આપી લોકને પ્રતિબધે, ધર્મ પમાડે, તે જીવ, વ્રત થકી ચૂકયા, પણ સમકિતની સહણુએ કરી સહિત છે, માટે સંવેગ પક્ષી જાણવા. એ બીજો ભંગ.
હવે ત્રીજ જે જીવ જાણે, ન આદરે અને ન પાલે, તે ઓળખાવે છે :
તે જીવ સમ્યગદષ્ટિ ચેથા ગુણઠાણુવાલા જવા.
એટલે આગલ જીવ-અજીવરૂપ નવતત્વ પદ્રવ્યનું સ્વરૂપ કહ્યું, તે પ્રમાણે સર્વ જાણે, અંતરંગપણે સહ, કાય કારણ, ધર્મ પ્રત્યે ઓળખે, સ્વદયા–પરદયા જાણે, સ્વભાવ વિભાવને યથાર્થ પણે વિચાર કરી સહે, આત્માને ઉપાદાન કારણપણે જાણે, ઉપાદાન કાર્ય જાણે, તથા આત્મિક સુખ ઇંદ્રિયજનિતસુખની પ્રતીતિ કરી સાધ્ય ચક્ખું રાખી વીતરાગની આજ્ઞાએ અનેક પ્રકારે સાધન કરે, તે જીવ, સંસારથકી ઉદાસી ભાવે વતે, સંસારને બંદીખાનારૂપ કરી જાણે, અને વ્રત લેવાની ઘણું રૂચિ કરે, પણ અવ્રતને ઉદયે કરી સંસારરૂપ જાળમાંથી છૂટી - શકે નહિ, એવા જીવ જાણે ખરા, પણ આદરે નહિ અને પાલે પણ નહિ. એ ત્રીજો ભંગ કહ્યો.