________________
પ૧૦ | તિહાં કર્તા જીવ તેને દેવ-ગુરૂ કારણરૂપ મળ્યા, તે વારે જીવને સમ્યગ્ર જ્ઞાનરૂપ કાર્ય નિપજ્યું
તથા કર્તા જીવ તેને સમ્યજ્ઞાનરૂપ કારણ મળ્યું, તે વારે જીવને શ્રુતાદિ ચાર જ્ઞાનરૂપ કાર્ય નિપજ્યું.
વળી કર્તા જીવ તેને કારણરૂપ ચાર જ્ઞાન મળ્યા, તે વારે જીવને કેવલજ્ઞાનરૂપ કાર્ય નિપજ્યું.
વળી કર્તા જીવ તેને કાલદ્રવ્ય કારણરૂપ મળ્યું, તે વારે જીવને નવા-પુરાણારૂપ કાર્ય નિપજ્યું.
વળી કર્તા જીવ તેને કેવલજ્ઞાનરૂપ કારણ મળ્યું, તે વારે અનેક પદાર્થ જાણવારૂપ કાર્ય નિપન્યું.
હવે છ દ્રવ્યમાં કર્તા, કારણ અને કાર્યપણું દેખાડે છે –
તિહાં કર્તા જીવ અને કારણ ધર્માસ્તિકાય મળે, તેવારે જીવને ચાલવારૂપ કાર્ય નિપજયું.
વળી કર્તા જીવ તેને આકાશાસ્તિકાય કારણ મળ્યું, તે વારે જીવને અવગાહનારૂપ કાર્ય નિપજ્યું.
વળી કર્તા જીવ અને તેને અધર્માસ્તિકાય કારણ મળ્યું, તે વારે જીવતે સ્થિર રહેવા રૂપ કાર્ય નિપજ્યું.
- વળી કત્તા જીવ તેને પુદ્ગલદ્રવ્ય કારણરૂપ મળ્યું, તે વારે જીવને સમયે-સમયે અનંત પુદ્ગલ પરમાણુઓ લેવા તથા ખેરવવારૂપ કાર્ય નિપજયું.