________________
૫૦૯ ૬૫૦–હવે ચોથા પ્રશ્નને વિષે પાંચ પ્રકારે જ્ઞાન તથા પદ્રવ્યનું સ્વરૂગ પ્રત્યક્ષ અને પરોક્ષ એ બે પ્રમાણે કરી દેખાડે છે –
તિહાં પ્રથમ પ્રત્યક્ષ પ્રમાણના બે ભેદ છે. એક સર્વ પ્રત્યક્ષ અને બીજું દેશપ્રત્યક્ષ. તેમાં કેવલજ્ઞાને કરી પદ્રવ્યના અનંતા ગુણ અને અનંતા પર્યાયરૂપ લેકોલોકના સર્વભાવ પ્રત્યક્ષપણે જાણે, તે સર્વપ્રત્યક્ષ જાણવું. અને મન:પર્યવજ્ઞાન તે મને વર્ગણાને પ્રત્યક્ષપણે જાણે, બીજુ અવધિજ્ઞાન તે પુદ્ગલવણાને પ્રત્યક્ષપણે જાણે, એ સર્વ દેશપ્રત્યક્ષ
જાણવા.
* હવે બીજું પરોક્ષજ્ઞાન છે તે પરોક્ષ પ્રમાણુના ત્રણ ભેદ છે. એક આગમપ્રમાણ,તે આગામે કરી તિર્યંચ મનુષ્ય, દેવતા, યાવત્ સિદ્ધઅવસ્થાનું સ્વરૂપ જાણે, બીજુ અનુમાને કરી અનેક વસ્તુનું પ્રમાણ કરે, જેમ કેઈના ઘરમાં ધૂમાડે દેખી અગ્નિનું અનુમાન થાય, અથવા કેઈનું મુખ દેખી રોગ-શેક-ચિંતાનું અનુમાન થાય, અને ત્રીજું ઉપમાપ્રમાણ, તે કઈ જીવ-અવરૂપ વસ્તુને અનેક પ્રકારે ઉપમા આપી લાવીએ, જેમ તીર્થકરને ગંધહસ્તી તથા ચિંતામણિરત્નની ઉપમા દેવી, તે સર્વે ઉપમા પ્રમાણુ કહીએ.
એ રીતે પાંચ જ્ઞાન તથા પદ્રવ્યનું સ્વરૂપ એ બે પ્રમાણે કરી જાણવું. આ ચેાથે પ્રશ્ન થયે.
૬૫૧-હવે પાંચમા પ્રશ્નમાં પાંચ પ્રકારનું જ્ઞાન તથા ષડુદ્રનું સ્વરૂપ, કર્તા, કારણ અને કાર્યરૂપ ત્રિભંગીએ કરી દેખાડે છે –