________________
૫૦૬
એ પાંચ જ્ઞાન કમરૂપ આવરણને અભાવે અરૂપીપણે પ્રગટયા તેને પાછા કમ રૂપ આવરણ લાગે નહિ, માટે નિશ્ચયનયે કરી પાંચે જ્ઞાન અરૂપી જાણવા. અને એ પાંચે જ્ઞાન કમરૂપ આવરણને અભાવે પ્રગટયા તે અરૂપીપણે છે, પણ તેના પર્યાયરૂપી પદાર્થીમાં ભળ્યા, કેમકે ચાર જ્ઞાન તા રૂપીપદાને જ દેખે છે, માટે રૂપી પદામાં ચાર જ્ઞાનના પશ્ચય પ્રગટયા, તેથી વ્યવહારનયને મતે એ પાંચે જ્ઞાન રૂપી પણ જાણવા.
હવે ષદ્રવ્યનું સ્વરૂપ નિશ્ચય વ્યવહારનયે કરી રૂપી અરૂપીપણે દેખડે છેઃ
તિહાં ધર્મ, અધ, આકાશ, જીવ અને કાલ, એ પાંચ દ્રવ્ય નિશ્ચયનચે કરી અરૂપી જાણવા અને એક પુદ્ગલદ્રવ્યના પરમાણુએ તે જો કે રૂપી જ છે, તાપણ ઘણા સૂક્ષ્મ છે, કેમકે છદ્મસ્થમુનિરાજ ચાર જ્ઞાનના ધણી તેની નજરે પણ ન આવે અને શાશ્વતા છે, માટે ઉપચારે કરી અરૂપી માં ગણ્યા.
એ રીતે છએ દ્રશ્ય નિશ્ચયનયે કરી અરૂપી અને વ્યવહારનયે કરી તૈા ચાર દ્રવ્ય અરૂપી જાણવા.
તથા જીવ અને પુદ્ગલ, એ એ દ્રવ્ય રૂપી જાણવા. કેમકે જીવ ચાર ગતિમાં નવા નવા ભવે કરી નવા નવા નામ ધરાવી ચવવું-ઉપજવું કરે છે, તે નજરે જોવામાં આવે છે, માટે રૂપી જાણવા. અને પુદ્ગલપરમાણુએ