________________
૨૯૪
૨૩૯ શિષ્ય-સિદ્ધપરમાત્માને વ્યાપક સ્વભાવ કહીએ, અને અવ્યાપક સ્વભાવ પણ કહીએ, તેને યે પરમાર્થ ?
ગુરૂ –સિદ્ધપરમાત્માને સત્તાગતે સામાન્ય વિશેષ રૂપ જ્ઞાન, દર્શન, આદિ અનંતા ગુણ પ્રગટયા છે, તેમાં
વ્યાપકપણું જાણવું. અને પરભાવરૂપ વિભાવદશા થકી સિદ્ધ પરમાત્મા રહિત છે, તે માટે તેમાં અવ્યાપકપણું જાણવું. એ રીતે બે ભંગીએ કરી સિદ્ધપરમાત્માનું સ્વરૂપ કહ્યું.
૬૪. હવે સિદ્ધ પરમાત્માના અન્વયી ગુણ લખીએ છીએ.
૧ અનંતજ્ઞાનમય. ૨. અનંતદર્શનમય, ૩, અનંતચારિત્રમય, ૪. અનંતતપમય. ૫. અનંતભેગમય. ૬. અનંતદાનમય. ૭. અનંતલાભમય. ૮. અનંતભેગમય. ૯. અનંતઉપભેગમય. ૧૦. અનંતબલમય. એ સિદ્ધ પરમાત્માના અવયી ગુણ કહ્યા.