________________
૪૮૭ , ગુરૂ --પ્રથમ નામથકી સિદ્ધને એક એક કહીએ. બીજો ક્ષેત્રથકી સિદ્ધને અસંખ-અસંખ્યપ્રદેશ કહીએ.
ત્રીજુ સિદ્ધને એકેક પ્રદેશે અનંત ગુણ પ્રગટયા છે, તેવા પ્રદેશ અસંખ્યાતા છે, અને ગુણ અનંતા છે, માટે અસંખ્ય અનંત કહીએ.
ચોથો સિદ્ધપરમાત્માના એકેક ગુણમાં અનંતા અનંત પર્યાયની વર્તનારૂપ જાણવી, તે અનંત અનંતભંગી કહીએ.
પાંચમે સિદ્ધને એકેક પર્યાયે અનંતે ધર્મ પ્રગટ છે, તે અનંત અનંત ધર્મરૂપ ભંગી જાણવી.
૬૨૬-હવે ચાર નિક્ષેપે કરી સિદ્ધ પરમાત્માનું સ્વરૂપ ઓળખાવે છે.
પ્રથમ નામસિદ્ધ=સિદ્ધ એવું નામ તે ત્રણે કાલ એકરૂપપણે શાશ્વતું વતે છે,
બીજે સ્થાપનાસિદ્ધ તે શ્રીજિનપ્રતિમા સ્થાપવી અથવા દેહમાન મધ્યેથી ત્રીજો ભાગ ઘટાડી બે ભાગ શરીર પ્રમાણે આત્મપ્રદેશને ઘન કરી સ્થાપનારૂપ ક્ષેત્ર અવગાહી રહ્યા છે. - ત્રીજે દ્રવ્યસિદ્ધ તે તેરમે-ચૌદમે ગુણઠાણે કેવળી ભગવાન વર્તે છે, તે ભવ્ય શરીર આશ્રયી દ્રસિદ્ધ જાણ, અને જે સિદ્ધિ વર્યા તેના શરીરની ભક્તિ કરીએ તે જ્ઞશરીરનું દ્રવ્ય જાણવું, તથા શુદ્ધ નિમલ અસંખ્યાત