________________
૪૬૫
હવે એ નવ તત્વ, પદ્રવ્યનું સ્વરૂપ કર્તા કારણ અને કાર્યરૂપ ત્રિભંગીએ કરી દેખાડે છે. - ૫૯૩-શિષ્ય –એ નવ તત્વમાં અશુદ્ધ પ્રકારે જીવમાં કર્તા, કારણ, ને કાર્ય તે શું ?
ગુરૂ –અજ્ઞાન અને રાગ-દ્વેષરુપ અશુદ્ધતા તે જીવને અનાદિ ખાણ સંપન્ન જાણવી,
એ અશુદ્ધતાએ કરીને જીવ નિગોદમાં અનંતા જન્મ -મરણ કરે છે. એટલે શુભાશુભ તે કર્યા થાય છે. પણ અશુદ્ધતા તો જીવને અનાદિની જાણવી. એ પરમાર્થ છે.
એટલે કર્તા જીવ, અને અજ્ઞાનરૂપ રાગદ્વેષ, તે કારણ તથા એ અશુદ્ધ કારણથી નિગદમાં જીવને અનંતા જન્મ-મરણ થાય, તે રૂપ કાર્ય જાણવું.
એ રીતે અશુદ્ધ પ્રકારે જીવનું સ્વરૂપ ત્રિભંગીએ કરી કહ્યું. - ૫૪ શિષ્ય –એ નવ તત્ત્વમાં અશુભ પ્રકારે જીવમાં કર્તા, કારણ કે કાર્ય તે શું?
ગુરૂ –કર્તા જીવ, અને અશુભ કારણ તે ક્રોધ, માન, માયા, લેભ, વિષય, તૃષ્ણા, મમતા, મૂચ્છ, નિંદા, વિકથા, હાસ્ય, એ આદિ અનેક પ્રકારના અશુભ કારણ થકી જીવને નરક, તિર્યંચની ગતિરૂપ કાર્ય નિપજે.