________________
વિકારરૂપ કર્મના દળીયા લાગે, તેને દ્રવ્યઆશ્રય કહીએ.
એ દ્રવ્ય આશ્રવના દળીયા જે જીવને સત્તાએ લાગ્યા, તેને ચાર ગતિરૂપ સંસારમાં ભાવપણે જીવ ભગવે, તે ભાવથી જાણવું.
એ રીતે દ્રવ્ય-ભાવની ચેભંગીએ કરી આશ્રવનું સ્વરૂપ જાણવું.
પ૮૯-શિષ્ય –નવતત્વમાંથી સંવરનું સ્વરૂપ, દ્રવ્યથકી ને ભાવથકી તથા ભાવથકી ને દ્રવ્યથકી કેમ જાણીએ?
ગુરૂ –સામાયિક, પ્રતિકમણ, પિસહ, વ્રત, પચખાણુરૂપ સંવર કરી એક જગાએ રહેવું, તેને દ્રવ્યસંવર કહીયે. અને જે વીતરાગ પ્રભુની આજ્ઞા પ્રમાણે નયસાપેક્ષ રીતે જીવ-અવરૂપ વહેંચણ કરી અંતરંગ સત્તાગતના ઉપયોગ સાથે તે તે અનુષ્ઠાનમાં વર્તવું, તેને ભાવસંવર કહીએ.
પછી તે અંતરંગ સત્તાગતના ઉપગરૂપ ભાવસંવરમાં જીવને રહેતાં થકાં દ્રવ્યરૂપ આઠ વર્ગણના દળીયા આવતા કાય, તે દ્રવ્યથી જાણવું.
એ રીતે દ્રવ્ય-ભાવની ચભંગીએ કરી સંવરનું જાણવું