________________
૪૩૨ તિહાં વસ્તુગતે મૂલપણે જે શેયને પલટાવે, તે જ્ઞાનપણું એટલે તે ભાસપણે પરિણમવું થાય, તેવારે પૂર્વ પર્યાયના ભાસને વ્યય થયે, અને અભિનવ પર્યાયના ભાસનું ઉત્પાદ પણું થયું, અને જ્ઞાનપણું તે ધ્રુવ જાણવું. ને એ રીતે સવે સિદ્ધ પરમાત્માને સર્વગુણની પ્રવૃત્તિરૂપ પર્યાયને ઉત્પાદ-વ્યય સમયે સમયે થઈ રહયે છે, અને તે તે ગુણ તે ધ્રુવપણે જાણવા.
એમજ ધર્માસ્તિકાયના પ્રદેશમાં તે ક્ષેત્રમાં રહેલા પુદ્ગલ અને જીવને પ્રથમ સમયે અસંખ્યાતા ચલન સહાયીપણે પરિણમતું હતું, તે બીજે સમયે અનંત પરમાણુ તથા અનંત જીવ પ્રદેશને ચલનસહાયી થયે, તે વારે અસંખ્યાત ચલન સહાયીને વ્યય થયો, અને અનંતા ચલનસહાયીને ઉત્પાદ થયે, તથા ચલનસહાયી ગુણ પણું તે ધ્રુવ જાણવું.
આ રીતે ધર્માસ્તિકાય દ્રવ્યમાં ઉત્પાદ-વ્યય થઈ રહે છે, તેમજ અધર્માસ્તિકાયાદિક દ્રવ્યને વિષે પણ ભાવ. - તથા વળી કાર્ય–કારણ પણે તે ઉત્પાદ-વ્યય જાણવો. તે અગુરુલઘુના ચલનને ઉત્પાદ-વ્યય કહેવો.
એ રીતે પંચાસ્તિકાયને વિષે જાણો. અને કાલ દ્રવ્ય તે ઉપચારે છે, માટે તેનું સ્વરૂપ પણ સર્વે ઉપચારે જાણવું.