________________
૪૨૫ તે એકેક વર્ગણામાં અનંતા પુદ્ગલ પરમાણુઓ રહ્યા છે, એમ અનંતા પરમાણુ એ જીવને લાગ્યા છે, અને જીવથકી રહિત બીજા છૂટા પરમાણુઓ તે વળી જીને લાગેલા પરમાણુઓથી પણ અનંતગુણ છે,
અને એકેકા પરમાણમાં અનંતે ઉત્પાદ-વ્યયરૂપ કાલ વહી ગયો અને પરમાણુઓ તેના તેહીજ છે,
એ છ દ્રવ્યનું માન સામાન્યપણે કહ્યું, તે પંડિત જીવને શ્રદ્ધામાં લાવવું.
એ નિમેદનું સ્વરૂપ શ્રદ્ધામાં આવે, તે વારે સમકિતની પ્રાપ્તિ થાય.
એવી રીતે છ દ્રવ્યનું જે પ્રમાણ કરવું તેને પ્રમેયત્વ કહીએ.
જે પ્રમાણ કરવા યોગ્ય હોય, તેને પ્રમેય કહીએ, તે પ્રમેય છ દ્રવ્ય છે, તેનું જે પ્રમાણ કરવું તેને પ્રમેયત્વ કહીએ.
વળી નિગેદનું સ્વરૂપ વિશેષ રીતે સૂત્રપાઠે કરી દેખાડે છે.
| ગાથા ! गोला य असंखिजा, असंखणिगोअओ हवइ गोलो। ई विकस्मि णिगोप, अणत जीवा मुणेयव्वा ॥ १ ॥