________________
૪૩
નારકી અસંખ્યાતા છે, દેવતા અસંખ્યાતા છે, તિર્યંચ પચેંદ્રિય અસંખ્યાતા,
બેઇદ્રિય અસંખ્યાતા, તેઇદ્રિય અસંખ્યાતા, ચૌરિક્રિય અસંખ્યાતા.
પૃથ્વીકાય અસંખ્યાતા, અપકાય અસંખ્યાતા, તેઉકાય, અસંખ્યાતા, વાઉકાય અસંખ્યાતા, પ્રત્યેક વનસ્પતિ જીવ અસંખ્યાતા,
એ સર્વ તેર બેલના જીવ ભેળા કરીએ, તે થકી સિદ્ધના જીવ અનંતા છે, અને સિદ્ધના જીવ કરતાં બાદર નિગેદના જીવ અનતા જાણવા.
બાદર નિગોદ તે મૂળા, આદુ, લીલી હળદર, રતાળુ, પિંડાળું, સકરકંદ, ગાજર, લસણ, સૂરણ, ગરમર પ્રમુખ કંદમૂલ છે, તે સમયના અગ્રભાગ જેટલું કંદમૂળ હોય, તેમાં પણ સર્વ સિદ્ધના જીવ કરતાં અનંતગુણ જીવ રહ્યા છે,
એ રીતે બાદર નિગદને વિચાર જાણ.
અને સૂફમનિગોદમાં તે વળી એ સર્વથી અનંત ગુણ જીવ જાણવા. તેને વિચાર કહે છે –
જેટલા કાકાશના પ્રદેશ છે, તેટલા નિગદીઆ ગેળા છે, એ રીતે દેવચંદ્રજીત આગમસારને મતે જાણવું.