________________
એ દશ રૂચિનું જે જીવને જ્ઞાન થયું હોય, તેને નિર્મળ સમકિતી જાણ.
માટે હવે એ દશ રૂચિનું સ્વરૂપ શિષ્યને જાણવા સારૂ સંક્ષેપથી કહે છે.
પ૩પ-શિષ્ય –પ્રથમ નિર્સગરૂચિ, તે જે નિશ્ચય -વ્યવહારનયે કરી, નામાદિ ચાર નિક્ષેપ કરી, જીવ-અજીવરૂપ નવતત્વને ષડુદ્રવ્યનું સ્વરૂપ ગીતાર્થગુરૂની નિશ્રાએ જાણી આશ્રવરૂપ પાંચ તત્ત્વ તે ઉપર ત્યાગબુદ્ધિ તથા સંવર -નિર્જ રારૂપ શુદ્ધગુણ તેનું આદરવું કરે,
તથા શ્રી વીતરાગભાષિત જે નવતત્વ પદ્રવ્યરૂપ તેનું સ્વરૂપ, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી ગુરૂગમથી જાણે, તથા નામાદિ ચાર નિક્ષેપે કરી સર્વ વસ્તુને નયસાપેક્ષ રીતે પ્રમાણ કરે, તે નિસર્ગરૂચિ કહીએ.
પ૩૬–બીજી ઉપદેશરુચિ, તે એહીજ નવતત્વ ષડ્રદ્રવ્યને ગુરૂના ઉપદેશથી જાણુને સદહે, પ્રતીતિ કરે, તેનું સ્વરૂપ જાણવાને ઘણું રૂચિ રાખે, તે ઉપદેશરૂચ.
પ૩૭–ત્રીજી આજ્ઞારૂચિ, તે જેના રાગ, દ્વેષ અને મેહ ક્ષય થઈ ગયા છે, અને જેનું અજ્ઞાન મટી ગયું છે, એવા શ્રી અરિહંતદેવ તેમણે જે આજ્ઞા કરી, તે પ્રમાણે કરવાની તત્પરતા દાખવે, તેમાં કાંઈ પણ શંકા-સંદેહ ન આણે, તે આજ્ઞારૂચિ જાણવી.