________________
કાર પ્રથમ ધર્માસ્તિકાયનું સ્વદ્રવ્ય તે ચલનસહાયગુણ તથા અધર્માસ્તિકાયનું સ્વદ્રવ્ય તે સ્થિરસહાયગુણ, તથા આકાશાસ્તિકાયનું સ્વદ્રવ્ય તે અવગાહક ગુણ, તથા કાલનું સ્વદ્રવ્ય તે નવા-પુરાણું વર્તનાલક્ષણ ગુણ, તથા પુદગલાસ્તિકાયનું સ્વદ્રવ્ય તે પૂરણગલન ગુણ, અને જીવનું સ્વદ્રવ્ય તે જ્ઞાનાદિ ચેતના લક્ષણ ગુણ.
એ છ દ્રવ્યમાં સ્વદ્રવ્યપણું કહ્યું.
હવે સ્વક્ષેત્રપણું દેખાડે છે એટલે સાક્ષેત્રે પ્રદેશ ઘણા છે, માટે છએ દ્રવ્યમાં સ્વક્ષેત્રપણું કહે છે.
તિહાં પ્રથમ ધર્મ ને અધર્મ, એ બે દ્રવ્યના સ્વક્ષેત્રે અસંખ્યાતા પ્રદેશ જાણવા. તથા આકાશદ્રવ્યના સ્વક્ષેત્રે અનંતા પ્રદેશ જાણવા. તથા કાલદ્રવ્યને સ્વક્ષેત્રે એક સમય જાણ. તથા પુદગલ દ્રવ્યને સ્વક્ષેત્રે એક પરમાણુ, એવા અનંતા પરમાણુઓ જાણવા. તથા છવદ્રવ્યના સ્વક્ષેત્રે એક જીવના અસંખ્યાતા પ્રદેશ જાણવા. એ રીતે છ દ્રવ્યમાં સ્વક્ષેત્રપણને વિચાર જાણુ.
હવે છ દ્રવ્યમાં સ્વકાલપણું દેખાડે છે. છએ દ્રવ્યમાં પિતાપિતાને સ્વીકાલ તે અગુરુલઘુ પર્યાયને જ વસે છે,
હવે એ દ્રવ્યમાં સ્વભાવપણું દેખાડે છે. સ્વભાવ ગુણ પર્યાય, તે છએ દ્રવ્યમાં પોતપોતાને સ્વભાવે ગુણ પર્યાય રહ્યા છે, તે સ્વભાવપણું જાણવું.