________________
yoe હવે જીવદ્રવ્યમાં એક-અનેક પણું કહે છે – લોકમાં જીવ અનંતા છે, એકેક જીવના અસંખ્યાતા અસંખ્યાતા પ્રદેશ છે, અને એક પ્રદેશે અનંતા ગુણ રહ્યા છે, તથા એકેક ગુણમાં અનંતા અનંતા પર્યાય છે, અને પર્યાય-પર્યાયમાં ધમ અનંતે છે,
એ સર્વ બેલ અનેક પક્ષના દર્શાવનારા છે, અને સંગ્રહન કરી જીવપણું સર્વમાં એક સરખું છે, માટે એક પક્ષ છે.
ઈહાં શિષ્ય પૂછે છે કે જે એમ સર્વ જીવ એક સરખા છે, તે એક જીવ સિદ્ધસ્વરુપી પરમાનંદ સુખમય દેખાય છે, અને બીજા સંસારીજીવ કર્મવશે પડયા થકા દુઃખી દેખાય છે, તેણે કરી સર્વજીવ, જુદા જુદા લાગે છે, તેને યે પરમાર્થ ? તેવારે ગુરુ કહે છે, કે નિશ્ચયનચે કરી સર્વે જીવ સત્તાએ સિદ્ધ સમાન છે, તેથી જ સર્વજીવ કર્મ ખપાવી સિદ્ધિ વરે છે, તેણે કરી સર્વ જીવની સત્તા એક સરખી જાણવી, માટે તે સરખા છે.
૫૩૧ શિષ્ય–સર્વે જીવ સિદ્ધસમાન કહે છે તેવારે અભવ્ય જીવ પણ સિદ્ધસમાન થયા, તે અભવ્ય જીવ કેમ મેક્ષે જતા નથી?
ગુરૂ –અભવ્યને સ્વભાવ એ જ છે, જે સંસારમાં ફરતાં કદાચિત કારણ સામગ્રી મળે, તે પણ અભવ્યને પરાવર્તન ધર્મ નથી, તેણે કરી સિદ્ધ થતા નથી, પણ ભવ્ય જીવને પરાવર્તન ધર્મ છે, માટે તેને કારણે સામગ્રી