________________
હવે ચોથા અશુભવ્યવહાર કરી જીવ ક્રોધ, માન, માયા, લેભ, વિષય, કષાય, નિદ્રા, વિકથા, હાસ્ય, વિદ, નિંદા, ઈર્ષા, ચાડી, મૂછ, મમતા, હિંસા, મૃષા,
અદત્ત, મૈથુન, પરિગ્રહ, એ આદિ અનેક પ્રકારની જીવને અશુભકરણી કહીએ. એ અશુભ વ્યવહારનયે જીવ કર્તા જાણ.
હવે પાંચમા ઉપચરિત વ્યવહારનયે કરી જીવ ધન-કુટુંબ-પરિવાર, હાટ-ઘર-વખાર, ગામ-ગરાસ–દેશ, ચાકર-દાસ-દાસી, વાતર, રાજા, ઋદ્ધિ, ક્ષેત્ર–ખળા, વાડી-વન-આરામ, કૂવા-વાવ-સરોવર-નવાણ, એ આદિ અનેક પ્રકારની વસ્તુ તે પિતાથકી પ્રત્યક્ષપણે જુદી છે, તેને જીવ અજ્ઞાનપણે પિતાની કરી જાણે છે, તેને મારું મારું કરતે ફરે છે, એટલે તેના પાપને અધિકારી થાય છે, એ રીતે ઉપચરિત વ્યવહારનયે જીવને કર્તા જાણ.
હવે છઠું અનુપચરિત વ્યવહાર કરી જીવ, શરીરાદિક પરવરતુ જે પિતાના સ્વરૂપથકી પ્રત્યક્ષપણે જુદી છે, પણ પરિણામિક ભાવે લેલીભૂતપણે એકઠી મળી રહી છે, તેને જીવ પિતાની કરી જાણે છે, પણ એવા શરીર તે અનંતીવાર કર્યા, અને અનંતીવાર મૂક્યા, તથાપિ અજ્ઞાનપણે તેને પિતાની કરી જાણે છે, તેને વાસ્તે અનેક પ્રકારે હિંસાદિ પાપ કરી પુષ્ટ કરે છે, એ રીતે અનુપચરિત વ્યવહારનયે કરી જીવ કર્તા જાણુ.
- એ છ પ્રકારે વ્યવહારનયને મતે જીવનું કર્તાપણું દેખાડયું.