________________
૪૪ પામે, તથા પ્રત્યાખ્યાનની ચોકડી ખપાવી, તે વારે છઠું-સાતમે ગુણઠાણે સર્વવિરતિ ગુણ પામે, તથા સર્વ કષાય ક્ષય થયા, તે વારે અગીયારમે, બારમે ગુણઠાણે પહોંચી રાગ-દ્વેષરૂપ મેહનીય કર્મ ખપાવી, બારમે ગુણઠાણે ઘાતકર્મને ક્ષય કરી તેરમે ગુણઠાણે કેવલજ્ઞાન પામે,
એ રીતે જેમ જેમ પૂર્વના ગુણઠાણાનું છેડવું અને ઉપરના ગુણઠાણાનું લેવું, તેને શુક્રવ્યવહારનય કહીએ.
એટલે જીવ જેમ જેમ કર્મરૂપ અશુદ્ધતાને ટાળે, અને ગુણરૂપ શુદ્ધતાને નિપજાવે, તે શુદ્ધ વ્યવહારનય જાણુ.
- હવે બીજા અશુદ્ધવ્યવહારનયે કરી જીવમાં અજ્ઞાન, રાગ, દ્વેષ, અનાદિકાળના શત્રુ થઈ લાગ્યા છે, તેણે કરી જીવમાં અશુદ્ધપણું જાણવું, એ અશુદ્ધતાની ચીકાશે કરી. જીવને સમયે સમયે અનંતા કર્મરૂપ દળીયા સત્તાએ લાગે છે, એ અશુદ્ધતા અનાદિની જાણવી. એ અશુદ્ધ વ્યવહારનયે જીવ કર્તા, તેનું સ્વરૂપ કહયું.
હવે ત્રીજા શુભ વ્યવહાર કરી જીવ, દાન, શીલ, તપ, ભાવના, પૂજા, પ્રભાવના, સેવા, ભક્તિ, સ્વામી વાત્સલ્ય, વિનય, વૈયાવચ્ચ, ઉપકાર, કરૂણા, દયા, જયણા, મીઠું મને હર વચન બેલવું, સર્વ જીવનું રૂડું ચિંતવવું, એ આદિ અનેક પ્રકારની જીવને શુભ કરણ જાણવી. એ શુભ વ્યવહારનયે જીવ કર્તા કહીએ.