________________
૩૯૬ અને બાકીની ચાર વર્ગણ સૂક્ષમ છે, તેમાં પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને આઠ સ્પર્શ મળી સોળ ગુણ છે,
તથા એક પરમાણુમાં એક વર્ણ, એક ગંધ, એક રસ, અને બે સ્પર્શ, મળી પાંચ ગુણ છે, તે પરમાણુઓ શાશ્વતા છે, બાળ્યા બળે નહિ, ગાળ્યા ગળે નહિ, છેદ્યા છેદાય નહિ, ભેઘા ભેદાય નહિ. સદાકાલ શાશ્વતા છે, તેટલાને તેટલા છે. પણ કેઈ કાલે એક પરમાણુ પણ વધશેઘટશે નહિ.
તે એકેક પરમાણુઓ આગળ અનાગતકાલે અનંતી અનંતીવાર એકેક વસ્તુમાં પરિણમી ચૂકે, તિહાં જે વસ્તુ પણે પરિણમીને ફરી જે વખતે તે વસ્તુથી છૂટે પડે, તે વખતે તે વસ્તુના પર્યાયને વ્યય થયે, અને બીજી વસ્તુમાં જઈ પરિણયે તેથી તે વસ્તુના પર્યાયને ઉત્પાદ થયે, વળી ત્રીજી વસ્તુમાં પરિણમે, તે વારે વળી તે વસ્તુના પર્યાયને ઉત્પાદ થયે, અને આગલી વસ્તુના પર્યાયને વ્યય થયે, વળી ચોથી વસ્તુમાં પરિણમે, તે વારે તે વસ્તુના પર્યાયને ઉત્પાદ થયે, અને આગલી વસ્તુના પર્યાયને વ્યય થયે, તથા વળી તે આગલી વસ્તુમાં પાછે પરિણામે, એમ એકેક પરમાણુઓમાં અનતી વસ્તુ ઉત્પાદ-વ્યયરૂપ પર્યાયપણે પવટાણી, તેમાં અનંત કાલ વહી ગયે, અને હજી અનંત કાલ જશે, પણ પરમાણુઓ તેના તેજ છે,
એ રીતે એકેક પુદ્ગલ પરમાણુ એકેકી વસ્તુમાં અનંતીવાર જુદા જુદા ભાવે પરિણમે છે, તેથી અનંતીવાર