________________
૩૮૯
ખેરવે છે, એમ અનાદિકાલની જીવ-પુદ્ગલને પરિણમનપણાની ઘટમાળ ચાલી જાય છે, અને અજ્ઞાન દશાએ કરી જે શુભ પુદ્ગલ જીવને મળે, તો રાજી થાય છે, તથા અશુભ પુદ્ગલ મળે, તે નારાજી થાય છે.
એ રીતે વ્યવહાર નયને મતે જીવ અને પુદ્ગલ, એ બે દ્રવ્ય પરિણામી છે, તેનું સ્વરૂપ કહ્યું.
૫૧૮ શિષ્ય – છ દ્રવ્યમાં જીવ-જીવ કેટલા અને અજીવ કેટલા?
ગુરૂ–પદ્રવ્યમાં એક છવદ્રવ્ય તે જીવ છે, અને શેષ પાંચ દ્રવ્ય અજીવ છે, - જે કારણે સંગ્રહનયને મતે પરિણામિક ભાવે નિશ્ચયન કરી એક જીવ દ્રવ્ય જ્ઞાનાદિ ચેતનારૂપ ગુણે કરી સહિત સત્તાએ સિદ્ધસમાન અનંત અદ્ધિને ધણું છે, અને વ્યવહાર કરી શુભાશુભ કર્મરૂપ પુય-પાપને ભકતા જાણ.
તથા શેષ ધર્માદિક પાંચ દ્રવ્ય તે અવરૂપ જડસ્વભાવવાળા જ્ઞાનાદિ ચેતના ગુણે રહિત સુખ–દુઃખને ન જાણનારા માટે અજીવ છે.
૫૧૯ શિષ્ય – છ દ્રવ્યમાં કુરા= મૂત્ત કેટલા અને અમૂર્ત કેટલા?
ગુરૂ –એક પુદ્ગલદ્રવ્ય મૂત્ત છે, અને શેષ પાંચ દ્રવ્ય અમૂર્ત છે, તે આવી રીતે -