________________
પરમાણુઓ મળી સ્કંધ થાય છે. અને પાછા સ્કંધ વિખરે પણ છે અને નિશ્ચયન કરી તે પરમાણુઓ પિતાને સવભાવે સદાકાલ શાશ્વતા છે, પણ કેઈ કાલે ઘટશે-વધશે નહિ.
એ રીતે એ છએ દ્રવ્ય નિશ્ચયન કરી પિતાને સ્વભાવે પરિણામિક જાણવા. - તથા વ્યવહાર કરી તે ધર્મ, અધર્મ, આકાશ અને કાલ, એ ચાર દ્રવ્ય અપરિણામી છે, અને જીવ તથા પુદ્ગલ એ બે દ્રવ્ય પરિણામી છે.
કેમકે વ્યવહારનયને મતે જીવ સમયે સમયે અનંતા કર્મ રૂપ વગણના દળીયાં લે છે, અને સમયે સમયે અનંતા કર્મરૂપ વગણના દળીયાં ખેરવે છે, પણ જે નિશ્ચય કરી કર્મનું ગ્રહણ કરતે હોય, તે કઈ કાલે કર્મથી છૂટેજ નહિ, માટે જીવને અજ્ઞાન રાગ-દ્વેષરૂપ ચીકાશે કરી અશુદ્ધપણું છે, તેણે કરી પર દ્રવ્યમાં પરિણમે છે અને પુદ્ગલ દ્રવ્યને પરિણમનપણને સ્વભાવ છે, માટે જીવ રાગ-દ્વેષ અને અજ્ઞાનરૂપ અશુદ્ધતાએ કરી પુદ્ગલ પરમાણુઓને ગ્રહણ કરે છે અને મનુષ્ય, દેવતા, નારકી તથા તિર્યંચના શરીરરૂપ કંધને નિપજાવે છે.
એમાં કેટલાએક પુદ્ગલ પરમાણુઓ આહાર પણે રહે છે, અને કેટલાએક પુદ્ગલ પરમાણુઓને વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ પણે ગ્રહણ કરે છે. તથા કેટલાએક પુદ્ગલ પરમાણુઓને કમપણે ગ્રહણ કરે છે, વળી પાછા