________________
૩૮૩ - હવે એ છ દ્રવ્યના નામ કહે છે –એક ધર્મા. સ્તિકાય, બીજુ અધર્માસ્તિકાય, ત્રીજું આકાશાસ્તિકાય, ચોથું પુદ્ગલાસ્તિકાય, પાંચમું જીવાસ્તિકાય અને છઠું કાલદ્રવ્ય. એ છ દ્રવ્ય શાશ્વતા છે, તેમાં પાંચ દ્રવ્ય અજીવ છે, તે છાંડવા યોગ્ય છે અને એક જીવદ્રવ્ય જ્ઞાનાદિ ચેતના ગુણે કરી સહિત છે, તે ઉપાદેય=આદરવા ગ્ય છે. '
હવે એ છ દ્રવ્યના ગુણ કહે છે ધર્માસ્તિકાયના એક અરૂપી, બીજો અચેતન, ત્રીજે અક્રિય અને ચોથે ચલણસહાય. એ ચાર ગુણ જાણવા. - તથા અધર્માસ્તિકાયના એક અરૂપ, બીજે અચેતન, ત્રીજે અકિય અને ચે સ્થિરતાસહાય, એ ચાર ગુણ જાણવા.
તથા આકાશાસ્તિકાયના એક અરૂપી, બીજો અચેતન, ત્રીજે અક્રિય અને એથે અવગાહના, એ ચાર ગુણ જાણવા.
તથા કાલદ્રવ્યના એક અરૂપી, બીજે અચેતન, ત્રીજો અક્રિય અને ચોથે નવા–પુરાણું વર્તના લક્ષણ, એ ચાર ગુણ જાણવા.
તથા પુદ્ગલદ્રવ્યના એક દેપી, બીજે અચેતન, ત્રીજે સક્રિય અને ચોથે મિલન-વિખરણપ પૂરણુ-ગલન ગુણ એ ચાર ગુણ જાણવા.
૨૫