________________
૩૬૨ ભાવસમકિતી તે આગળ દ્રવ્યસમકિતમાં જે ગુણ કહ્યા, તે ગુણે કરી સહિત હવા ઉપરાંત જીવાદિક નવ તત્તવના પરમાર્થરૂપ ભેદભેદ જ્ઞાનીની નિશ્રાએ જાણે,
એટલે—
નવ તત્વનું સ્વરૂપ, સાધક, બાધક અને સિદ્ધરૂપ, એ ત્રણ દશા કરી નયસાપેક્ષ રીતે જાણે,
તથા વળી એ નવ તત્ત્વનું સ્વરૂપ, કર્તા, કારણ અને કાર્યરૂપ ત્રિભંગીએ કરી જાણે,
વળી એ નવ તત્વનું સ્વરૂપ સ્વાભાવિક–વિભાવિકપણે,
જાણે,
તથા વળી એ નવ તત્વનું સ્વરૂપ ગુણી-ગુણપણે કરી જાણે,
વળી એ નવ તત્ત્વનું સ્વરૂપ, રુપી- અપીપણે જાણે. જીવસત્તાને દ્રવ્ય-ગુણ-પર્યાયરૂપ જાણે.
અવસત્તાને ભાવકમ, દ્રવ્યકર્મ અને કર્મ રૂપ પરમાર્થ જાણે . એ રીતે અનેક પ્રકારે જીવ-અવરૂપ નવ તત્વના ભેદભેદરૂપ વિચાર છે, તેને યોગ્યગુરૂગમથી જાણે.
તથા ષદ્રવ્યના અનંતા ગુણ અને પર્યાય તેનું સમયે સમયે ઉત્પાદ વ્યયરૂપ પલટણપણું થઈ રહ્યું છે, તેની અંતરંગ જાણપણું ભાસનરૂપ પ્રતીતિ કરે, અને