________________
૩૬૦ કરે છે, તથા સ્વભાવ તે પિતાના ગુણપર્યાય તેણે કરીને જીવ સત્ છે, અને પરદ્રવ્ય, પક્ષેત્ર, પરકાલ અને પર ભાવપણે કરી જીવ અસત્ છે, પણ એ અસદુપણામાં પિતાનું સપણું વતે છે,
એટલે સતમાં અસત્ અને અસતમાં સત્ પક્ષને વિચાર નિશ્ચયનયને મતે કરી જાણ.
હવે નિશ્ચય અને વ્યવહારનયને મતે કરી વક્તવ્ય અવક્તવ્યરૂપ પક્ષે કરી જીવનું સ્વરૂપ દેખાડે છે –
ઉદયભાવને ગે કરી વ્યવહારનયને મતે જે જીવ પહેલા ગુણઠાણાથી માંડી યાવત્ તેરમા, ચૌદમા ગુણઠાણું પર્યત વતે છે, તે જીવના જેટલા ગુણ કેવલી ભગવાનના પ્રખ્યામાં આવે છે, તે વક્તવ્ય જાણવા અને જે કેવલી ભગવાનના પ્રખ્યામાં ન આવે તે અવક્તવ્ય જાણવા.
તથા નિશ્ચયનયને મતે સિદ્ધપરમાત્મા ગુણઠાણ વજિત લોકને અંતે વિરાજમાન વતે છે, તેના જેટલા ગુણ કેવલી ભગવાનના પ્રખ્યામાં આવે તે વક્તવ્ય અને જે કેવલી ભગવાનના પ્રખ્યામાં ન આવે, તે અવક્તવ્ય જાણવા.
એ રીતે નિશ્ચયનયને મતે વક્તવ્ય-અવક્તવ્યરૂપ પક્ષે કરી જીવનું સ્વરૂપ જાણવું. - ૫૨-શિષ્ય –સમકિતના કેટલા પ્રકાર છે?