________________
૩૩૭
તે વારે કઈ બે કે દેરાસરમાં દેવ બિરાજ્યા છે, તેની ઓળખાણરુપ જ્ઞાન કયાં રહ્યું છે? તે વારે શબ્દનયના મતવાળ અંતરંગ ઉપગ દઈને બોલ્યો કે આ શરીર૩૫ દેહરું તેમાં નિશ્ચયે દેવ, આત્મા પિતે જ છે, તેને વિષે એ જ્ઞાન રહ્યું છે.
હવે સમભિનયના મનવાળે છે કે, એમ દેહરુ નહિ, એ શરીરરુપ દેહરામાંથી ઉપગ કાઢી તે માંહે નિશ્ચય દેવ આત્મા બિરાજે છે, તેના સ્વરુપના ચિંતનરુપ ધ્યાનમાં ઉપગ લગાડી શ્રેણિભાવે ચડે, તે વારે દેહરું કહીયે.
ત્યારે એવધૂતનયના મતવાળો કહેવા લાગ્યું કે, એમ દેહરૂં નહિ, પરંતુ માંહે નિશ્ચયદેવ આત્મા બિરાજે છે, તેનું સ્વરૂપ સંપૂર્ણ પ્રગટ કરી અને દેહરારૂપ શરીરનું બેખું ઈહાં મૂકી લેકને અંતે સિદ્ધપુરમાં વિરાજમાન થયા, ત્યાં દેહરૂં કહીયે.
૪૮૬-હવે ઉત્સર્ગ–અપવાદ માગે ઘટ ઉપર સાત નય ઉતારે છે –
કઈક ઘટ લેવા ચાલે, તે વારે માર્ગમાં તેને બીજે કેઈ સન્મુખ મળે, તેણે પૂછ્યું તું શું લેવા જાય છે ? તે વખતે તે અશુદ્ધ નિગમનને વચને બે, કે હું ઘટ લેવા જાઉં છું. તે પછી તિહાં જઈને માટી ખાણવા માંડી, તે વારે કોઈએ પૂછયું, તું શું કરે છે? ત્યારે શુદ્ધ નૈગમનને વચને એલ્ય, કે ઘટ લઉં છું.