________________
૩૭૫ કરીને એ, જે આ શરીરરુપ પાળે છે, તેમાં જ્ઞાનાદિ અનત ગુણરુપ ચાન્ય ભર્યું છે,
તે વારે સમભિરૂદનયના મતવાળો , કે એમ પાથો નહિ, એ શરીરરુપ પાથા મહેથી ઉપગ કાઢી અને જ્ઞાનાદિક અનંતગુણરુપ ધાન્ય માહે ભર્યું છે, તેમાં ઉપગ લગાવીને શ્રેણિભાવે ચડે, એટલે એને પાછો કહીયે.
તે વારે એવભૂતનયવાળે છે, કે એમ પાથો નહિ, પરંતુ જ્ઞાનાદિ અનંતગુણરુપ ધાન્ય માહે ભર્યું છે, તે સંપૂર્ણ પ્રગટ કરી પાથા૫ શરીરનું ખાણું મૂકી જે લેકને અંતે શિવપુરીમાં વિરાજમાન થયા, તિહાં પાથો કહીયે.
એમાં આગળના ચાર નય અપવાદ માગે અને પાછળના ત્રણ નય ઉત્સર્ગ માર્ગે જાણવા.
૪૮૫–હવે જિનમંદિરરુપ દેરાસર ઉપર સાત નય ઉત્સર્ગ અને અપવાદ માર્ગ બતાવે છે –
કોઈ પુરુષ દેરાસર કરાવવા સારુ સામાન લેવા ચાલ્ય, તે વારે બીજે કઈ સામે મળે, તેણે પૂછ્યું તું કયાં જાય છે? તે સમયે તે અશુદ્ધનૈગમનને વચને બોલ્યો, કે હું દેહરું લેવા જાઉં છું. આ પછી દેહરાને સામાન લેવા માંડે, તે વખતે વળી કેઈએ પૂછ્યું, તું શું લે છે? ત્યારે શુદ્ધ નિગમનયને વચને બોલ્યો કે હું દેહરું લઉં છું.
૨૨