________________
૩૩૧
તથા અજીવતત્વના ભેદની વહેચણ આવી રીતે કરે, પ્રથમ અજીવના બે ભેદ, એક રૂપી અજીવ અને બીજે અરૂપી અજીવ,
- તેમાં ધર્માસ્તિકાયને કંધ, દેશ અને પ્રદેશ, તથા અધર્માસ્તિકાયને સ્કંધ, દેશ અને પ્રદેશ, તથા આકાશાસ્તિકાયને સ્કંધ, દેશ અને પ્રદેશ, તથા એક ભેદ કાલ દ્રવ્યને મળી અરૂપી અજીવના દસ ભેદ થયા.
વળી ધર્માસ્તિકાય દ્રવ્યથકી, ક્ષેત્રથકી, કાલથકી, ભાવથકી અને ગુણથકી, એ પાંચ ભેદે છે. એ રીતે અધર્મસ્તિકાય, આકાશાસ્તિકાય, તથા કાલ, સર્વના પાંચ પાંચ ભેદ કરતા વિશ ભેદ થાય. તે પૂર્વોક્ત દસ સાથે મેળવતાં ત્રીશ ભેદ અરૂપી અજીવના થયા. - હવે રૂપી અજીવના પાંચસે ને ત્રીશ ભેદનું સ્વરૂપ કહે છે
સ્પર્શના આઠ, ગંધના બે, રસના પાંચ, વર્ણના પાંચ અને સંસ્થાનના પાંચ, એ રીતે મૂલ ભેદ પચીસ છે, તેના ઉત્તર ભેદ પાંચસે ને ત્રિીશ, તે આવી રીતે થાયઃ
સ્પર્શ મહિલા પ્રત્યેક સ્પર્શને પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ, પાંચ સંસ્થાન અને છ સ્પર્શ
એ રીતે ત્રેવીશ સાથે ગુણતા ૧૮૪ ભેદ થાય. સ્પર્શ તે - આઠ છે. તેમાંથી છ સ્પર્શ સાથે ગણવાનું કારણ એ છે કે જે ભારે સ્પર્શના ભેદ સાથે ગણવે હાય, તે તે ભારે