________________
૩ર૬ તથા સંગ્રહનયને મતે જે વડિલેએ આચર્યો તે ધર્મ. એટલે એ નયને મતવાળે અનાચાર તે છોડયો અને કુલાચારને ધર્મ કરી માન્યો, એટલે કે જેના કુલમાં કર્માગત આવ્યો તે ધર્મ જાણ.
છે ગાથા ભેખધારીકુ ગુરુ કહે પુણ્યવંતકું કહે દેવા કુલાચારકું ધર્મ કહે, એ કુકર્મકી ટેવ છે
તથા વ્યવહારનયના મતે જે સુખનું કારણ તે ધર્મ કહીએ, એટલે એ નયને મતવાળે પુણ્યરૂપ કરણીને ધર્મ કરી માન્યો.
તથા સૂત્રનયને મતે ઉપયોગ સહિત ઉદાસ ભાવે વૈરાગ્યરૂપ પરિણામ તે ધર્મ જાણ, એટલે એ નયને મતવાળે યથાપ્રવૃત્તિકરણરૂપ પરિણામ પ્રમુખને ધર્મ કરી માન્ય, તે તે પહેલે ગુણઠાણે મિથ્યાત્વીને પણ થાય.
તથા શબદનયને મતે જે અંતરંગ સત્તાગતના ભાસનરૂપ સમકિત તે ધર્મ જાણવે. કેમકે સમકિત જે છે, તે ધર્મનું મૂલ છે.
તથા સમભિરૂઢનયને મતે જીવ-અવરૂપ નવતત્વ, પદ્રવ્ય, નય-નિક્ષેપ, પ્રમાણે, ઉત્સર્ગ–અપવાદ, નિશ્ચયવ્યવહાર, દ્રવ્ય-ભાવનું સ્વરૂપ જ્ઞાની ગુરૂની નિશ્રાએ જાણી, જીવસત્તાને ગુરૂગમથી નય સાપેક્ષ રીતે ધ્યાવે, અજીવ