________________
૩પપ એટલે એ નયને માળે યથાવત્યાદિકરણના પરિણામ હતા, તે ઈહાં ગ્રહણ કર્યા. એ પરિણામ તે પહેલે ગુણઠાણે મિથ્યાવીને પણ થાય.
તથા શબ્દનયને મતે તે અંતરંગ ઉપગરૂપ સમકિત ભાવે સાધ્ય એક સાધન અનેક, એ રીતે જે જીવ સત્તાગતના ધર્મને સાધે, તે સાધમ જાણશ. એટલે એ નયને મતવાળે સમકિતી જીવને સાધમી કહી લાવ્યા.
તથા સમભિરૂનયના મતવાળો શ્રેણિભાવનું ગ્રહણ કરે છે, એટલે નવમા–દશમા ગુણઠાણાથી માંડી યાવત્ તેરમા–ચૌદમાં ગુણઠાણું પર્યત જે જીવ ઘાતકમને ક્ષયે અનંત ચતુષ્ટયરૂપ લક્ષ્મી પ્રગટ કરી શુકલધ્યાનના બીજા -ત્રીજા પાયા વચ્ચે રહ્યા થકા સંવરભાવે વર્તે, એવા કેવલી ભગવાન તે સાધમ જાણવા.
તથા એવંત નયને મતે તે જે અષ્ટ કર્મ ક્ષય કરી અષ્ટગુણ સંપન્ન, લેકને અંતે વિરાજમાન, અવ્યાબાધ સુખના ભેગી સાદિ અનંતમે ભાગે વર્તે છે, એવા સિંદ્ધ પરમાત્માને સાધમ જાણવા.
એ રીતે સાધમી ઉપર સાત નય કહ્યા.
૪૮૦-જિનદાસ શેડ:–સાત ન કરી ધર્મનું અરય કેમ જાણીયે?
શ્રાવકત્ર—નામનને મતે તે સર્વે ધર્મ છે, કેમકે સર્વ ધર્મને ચાહે છે. એટલે એ નયને મરવા સર્વધર્મને ધર્મનામ કહીં બોલાવ્યા.