________________
૨૭
વકત્ર:—એ નચના મનવાળા જેવો ઉપરથકી દેખે, તેવો ભેદ વહેંચે, માટે વ્યવહારનયને મતે ", દેશ, પ્રદેશરૂપ ધર્માસ્તિકાય જાણવો.
૪૩૯–જિનદાસઃ—ઋજુસૂત્રનયને મતે અધર્માસ્તિકા યનું સ્વરૂપ કેમ જાણીયે?
શ્રાવપુત્ર:--એ નયના મતવાળા પારણામિક ભાવ ગ્રહે છે, માટે ભાવથકી અધર્માસ્તિકાય અનેક જીવ પુદ્ગલને સ્થિરસહાયરૂપ ભાવપણે પરિણમે છે.
એ રીતે અધર્માસ્તિકાયમાં ચારે નય જાણવા. ૪૪૦-જિનદાસઃ- આકાશાસ્તિકાયમાં નૈગમનયનુ સ્વરૂપ કેમ જાણીયે ?
શ્રાવકપુત્ર:--નૈગમનયને મતે આકાશાસ્તિકાય એવું નામ કહીયે. કેમકે નૈગમનયના મતવાળા ત્રણે કાલ વસ્તુને એક રૂપણે માને છે, એટલે અતીતકાલે આકાશાસ્તિકાય એવું નામ હતુ, અને અનાગતકાલે આકાશાસ્તિકાય એવું નામ રહેશે, તથા વમાનકાલે આકાશાસ્તિકાય એવું નામ વર્તે છે.
૪૪૧-જિનદાસઃ- સગ્રહનયને મતે આકાશાસ્તિ કાયનું સ્વરૂપ કેમ જાણીયે ?
શ્રાવપુત્ર:--એ નયના મતવાળા સત્તાનું ગ્રહણ કરે છે, માટે સંગ્રહનયને મતે અનત પ્રદેશરૂપ સત્તા સહિત તે આકાશાસ્તિકાય દ્રવ્ય કહીયે.