________________
૨૯૪
હવે આકાશાસ્તિષય દ્રવ્યનું સ્વરૂપ કહે છે.
તિહાં નિશ્ચયથકી તે આકાશાસ્તિકાયને સ્કંધ કલેકવ્યાપી અનંત પ્રદેશી શાશ્વત છે, તથા વ્યવહારનયે કરી દેશ, પ્રદેશ અને અગુરુલઘુ જાણવા.
હવે કાલદ્રવ્યનું સ્વરૂપ કહે છે -
નિશ્ચયથકી કાલદ્રવ્યને એક સમય તે સદાકાલ લેકમાં શાશ્વતે વર્તે છે અને વ્યવહારન કરી કાલ તે ઉત્પાદ વ્યયરૂપ પલટાતા સ્વભાવવાળે જાણ.
હવે પુદગલદ્રવ્યનું સ્વરૂપ કહે છે.
નિશ્ચયનયે કરી પુદ્ગલ દ્રવ્યના અનંતા પરમાણુઓ લેકમાં સદાકાલ શાશ્વતા વતે છે અને વ્યવહારનયે કરી પુદગલના સ્કંધ સર્વે અશાશ્વતા જાણવા.
એ રીતે નિશ્ચય અને વ્યવહારથકી ષડદ્રવ્ય, નવતત્વનું સ્વરૂપ જાણવું.
UF