________________
૫૩ વળી કોઈ એક જીવ, એમ ચિંતવે જે મુજને સાધુને પડિલાભણવાળું રૂડું શ્રાવકપણું પ્રાપ્ત થશે, એટલે હું ઘણા સાધુ–સાવીને આહાર-પાણી પ્રમુખ વહેરાવું! એવી ઈચ્છા કરવી, તે આઠમું નિયાણું જાણવું.
વળી કઈ એવું ચિંતવે જે મુજને દરિકી શ્રાવકકુળની પ્રાપ્તિ હેજે, કે જે થકી મુજને ચારિત્રની પ્રાપ્તિ તરત થઈ શકે એવી પ્રાર્થના કરવી, તે નવમુ નિયાણું જાણવું.
એ પાછલા ત્રણ નિયાણાનું ફળ અનુક્રમે પૂર્વના ભવે સમકિત, દેશવિરતિ અને સર્વવિરતિને કદાચ મેળવી શકે પણ એક્ષની પ્રાપ્તિ ન થાય.
એ સર્વ અર્થ પાકિસૂત્રની ટીકામધે છે.
તથા બહ૯૯૫વૃત્તિમાં એમ કહયું છે જે તીર્થ કરપણું તથા ચુરમ શરીરપણું પ્રમુખ પણ સાધુને પ્રાર્થવું યુક્ત નથી, અપવાદે પણ એ નિયાણું સાધુએ નહિ કરવું.
તથા આવશ્યકવૃત્તિમાં ધ્યાનશતકને અધિકાર કહ્યું છે, જે સર્વ કર્મના ક્ષય થકી મુજને મેક્ષ હેજો! " એ પણ નિયાણું જ છે, એને પણ નિશ્ચયનયથી નિષેધ્યું છે, પરંતુ ભાવનામાં જે જીવ કાચા છે, તેને આશ્રયી વ્યવહારનયે નિર્દોષ છે. એમ શાસ્ત્રવૃત્તિમાં પણ કહ્યું છે, અને “જયવીયરાય” ઈત્યાદિક પ્રણિધાન છે, તે છઠ્ઠા ગુણઠાણાથી ઉપર નથી હેતું ઈત્યાદિ.