________________
૨૫૦ ૩૭૯-શિષ્ય :-કર્મ તે પ્રસન્નચંદ્ર રાજર્ષિએ સાતમી નરકના દળીયાં મેળવ્યા હતા, તે તેને મોક્ષરૂપ કાય કેમ નિપજ્યું?
ગુરૂ –એણે શુકલ ધ્યાનરૂપ એણિને ઉદ્યમ ઘણે કીધો,
તેથી પાંચ કારણ મલે, સર્વ કાર્ય નિપજે છે, એમાં જે કઈ એક કારણ ઉત્થાપે, તે મિથ્યાદ્રષ્ટિ જાણવા અને પાંચ સમવાય મળવાથી કાર્ય માને, તે સમકિત દ્રષ્ટિ જીવ જાણવા
૩૮૦–સમકિતનું સ્વરૂપ ષટુ કારકે કરી દેખાડે છે –
તિહાં પ્રથમ ષ કારકના નામ કહે છે –
૧ કર્તા, ૨ કરણ, ૩ કાર્ય, ૪ સંપ્રદાન, ૫ અપાદાન, ૬ આધાર, એ ષકારકના નામ જાણવા.
તિહાં પ્રથમ કર્તા તે જીવ, બીજું કારણ તે દેવ, ગુરૂ ધર્મ. ત્રીજું કાર્ય તે જીવને સમકિતરૂપ કાર્ય કરવું છે, જે આત્મપ્રદેશે જીવને નિર્મળતા સંપજતી જાય તે સંપ્રદાન, પાંચમું કર્મ રૂપ આવરણ હલતું જાય તે અપાદાન, છઠ્ઠ એ છએ સમકિતરૂપ કાર્યમાં ભળ્યા આધારભૂત જાણવા માટે છઠું, આધાર નામા કારક જાણવું.