________________
તેમાં વળી કેકમાં એક આકાશ દ્રવ્ય, બીજું ધર્માસ્તિકાય દ્રવ્ય, ત્રીજું અધર્માસ્તિકાય દ્રવ્ય, એ ત્રણે દ્રવ્યોને એક
એક પ્રદેશ ભેળે રહ્યો છે, તે પણ કઈ કાળે વિછડશે નહિ માટે એ નિશ્ચયનયને મતે અનાદિ અનંત પહેલે ભાંગે સંબંધરૂપ જાણ.
તથા લેકમાં આકાશરૂપ ક્ષેત્રની સાથે સર્વ જીવ દ્રવ્યને સંબંધ તે નિશ્ચયનયને મતે અનાદિ અનંત છે,
તથા સંસારી જીવ કમ સહિતને આકાશ પ્રદેશની સાથે સંબંધ તે સાદિસાંત છે, કારણ કે સંસારી જીવે જેટલા આકાશ દ્રવ્યના પ્રદેશ છે, તે એકેક જીવે સર્વે સ્પર્યા છે અને વળી સ્પશશે માટે વ્યવહારનયને મતે સાદિ સાંત સંબંધ જાણ.
તથા કાકાશ અને પુદ્ગલને મહામહે સંબંધ તે નિશ્ચયનયને મતે અનાદિ અનંત પહેલે ભાંગે જાણવે.
તથા આકાશ પ્રદેશની સાથે પુદગલપરમાણુઓને સંબંધ તે વ્યવહારનયને મતે સાદિ સાંત ત્રીજે ભાંગે છે, કારણ કે એક પુદ્ગલપરમાણુ તે સર્વે આકાશ પ્રદેશને સ્પર્યો છે, માટે સાદિ સાંત સંબંધ કહીયે.
એ રીતે આકાશ દ્રવ્યની પેરે ધમસ્તિકાય તથા અધમસ્તિકાયને પણ માંહોમાંહે સંબંધ જાણ.
૩૬૭-હવે જીવ-પુદ્ગલને સંબંધ કહે છે –