________________
બીજું સામાયિક એવા અક્ષર લખીને સ્થાપવા તે અસદુભાવસ્થાપના, અને સામાયિકરૂપે મૂત્તિ સ્થાપવી, તે સદ્દભાવ સ્થાપના, એ સ્થાપનાથકી સામાયિક જાણવું..
ત્રીજું જે ત્રાજુસવનયને મતે નિ મરે” રૂપ વતને ઉચ્ચાર કરી મન, વચન, કાયાએ કરી સાવઘને છોડી એકચિત્તે બત્રીશ દૂષણ ટાળી સ્વાધ્યાયધ્યાનરૂપ શુભપરિણામે વર્તવું, તે દ્રવ્યથકી સામાયિક વ્રત જાણવું.
તથા ચેથે ભાવથકી: સામાયિક તે શબ્દનયને મતે સમજે સમતા, તેને આય લાભ તેનું નામ સામાયિક છે, એટલે જેટલીવાર જીવ જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે કર્મ નિજેરાના ધ્યેયની પ્રબળતા સાથે ધ્યાનરૂપ સંવરભાવમાં વતે તેટલીવાર સામાયિકને લાભ જાણવે. માટે એક અંતર્મુહૂર્ત પર્યત જીવ, પિતાના સ્વરૂપના ધ્યાનરૂપ ચિંતવનમાં વર્તતે, ઘાતિકર્મ ખપાવીને કેવળજ્ઞાન પામે, એ ભાવસામાયિક જાણવું.
૩૩૧–દશમા વ્રત ઉપર ચાર નિક્ષેપ લગાડે છે?
દેશાવકાશિક એવું નામ, તે નામદેશાવકાશિક જાણવું, તથા આજુસૂત્રનયને મતે જે મન, વચન, કાયાના મેંગને એકત્ર કરી, એક સ્થાનકે ચાર પહેાર બેસી ધર્મ ધ્યાન કરવું, તે દ્રવ્યથી દેશાવકાશિક જાણવું.
તથા શબ્દનયને મતે શ્રુતજ્ઞાને કરી જ દ્રવ્યનું સ્વરૂપ ગુરુગમથી ઓળખીને પાંચ દ્રવ્યના વિપાકમાંથી નયસાપેક્ષ પણે એક જ્ઞાનવંત જીવ દ્રવ્યનું લક્ષ્ય રાખવું, તે ભાવદશાવકાશિક વ્રત જાણવું.